જાણો કોણ છે શૈલી ઓબેરોય? દિલ્હીમાં બન્યા આપના મેયર
આમ આદમી પાર્ટી પહેલીવાર MCDના મેયર બન્યા છે. શેલી ઓબેરોય મેયર તરીકે ચૂંટાયા છે. તેમણે ભાજપની રેખા ગુપ્તાને હરાવ્યા છે.
દિલ્હી MCD ચૂંટણીના બે મહિનાથી વધુ સમય બાદ બુધવારે નવા મેયરની પસંદગી કરવામાં આવી છે. દિલ્હીમાં પહેલીવાર AAPના મેયર બન્યા છે. AAPની શેલી ઓબેરોય દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા છે. ત્રણ વખત મેયરની ચૂંટણી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આમ આદમી પાર્ટી તરફથી શેલી ઓબેરોય અને બીજેપી તરફથી રેખા ગુપ્તા મેયર પદ માટે મેદાનમાં હતા, જે બાદ હવે શેલી ઓબેરોય દિલ્હીના મેયરની ખુરશી પર કબજો જમાવી ચૂકી છે. આવી સ્થિતિમાં જાણો કોણ છે દિલ્હીના નવા મેયર શૈલી ઓબેરોય.

કોણ છે શૈલી ઓબેરોય?
શૈલી ઓબેરોય 39 વર્ષની છે અને તે દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. શૈલી ઓબેરોયે પ્રથમ વખત વોર્ડ 86- પૂર્વ પટેલ નગર (નવી દિલ્હી)માંથી MCD ચૂંટણી લડી અને જીતી. વોર્ડ 86- પૂર્વ પટેલ નગર વિસ્તાર એ ભાજપના ભૂતપૂર્વ વડા આદેશ ગુપ્તાનો ગૃહ વિસ્તાર છે. દિલ્હીમાં મેયરનું પદ પ્રથમ વખત મહિલા ઉમેદવાર માટે અનામત છે. ઉલ્લેખનીય છે કે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી 6 જાન્યુઆરી 2023ના રોજ યોજાવાની છે.

શૈલી ઓબેરોયની શું છે ક્વોલિફીકેશન?
દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરવા ઉપરાંત, શૈલી ઓબેરોય ભારતીય વાણિજ્ય સંઘના આજીવન સભ્ય પણ છે. શૈલી ઓબેરોયે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (SOMS), ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માંથી ફિલોસોફીમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. શેલી તેની કોલેજમાં સૌથી વધુ સ્કોર કરનાર સ્કોલરશિપ હોલ્ડર હતી.

શૈલી ઓબેરોયને મળ્યા છે ઘણા એવોર્ડ
શેલી ઓબેરોયને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં શ્રેષ્ઠ પેપરનો એવોર્ડ પણ મળ્યો છે. શેલી ઓબેરોયે ICA કોન્ફરન્સમાં ગોલ્ડ મેડલ (પ્રોફેસર મનુભાઈ શાહ એવોર્ડ) જીત્યો. શેલી ઓબેરોયને 'મિસ કમલા રાની એવોર્ડ'થી પણ સન્માનિત કરવામાં આવી છે.
आज PAC की Meeting में MCD के Mayor, Dy Mayor और Standing Committee Members के नामों पर चर्चा हुई।
— Aam Aadmi Party Delhi (@AAPDelhi) December 23, 2022
▪️Mayor: Shelly Oberoi
▪️Dy Mayor: Aaley Muhammad Iqbal
Standing Committee:
1️⃣Amil Malik
2️⃣Raminder Kaur
3️⃣Mohini Jeenwal
4️⃣Sarika Chaudhary
सभी को शुभकामनाएं 💐- @pankajgupta pic.twitter.com/SN7KPzMlc9
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
