7 દિવસ યુવકો સાથે રહીને યુવતીઓ પસંદ કરે છે પોતાનો ગમતો પતિ, જાણો શું છે છત્તીસગઢમાં જોવા મળતી ઘોટુલ પ્રથા?
ભારતમાં સંસ્કૃતિનું વૈવિધ્ય જોવા મળે છે. ભારતના વિવિધ પ્રદેશમાં જોવા મળતી વિવિધ જનજાતિના લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જીવેે છે. આવી જ એક પરંપરા છત્તીસગઢમાં જોવા મળે છે.
છત્તીસગઢની માડિયા જનજાતિમાં ઘોટુલ નામની એક અલગ જ વ્યવસ્થા જોવા મળે છે. ઘોટુલ એ માટી, લાકડા વગેરેની બનેલી મોટી ઝૂંપડી છે અને આ ઝુપડીમાં યુવક-યુવકીઓ સાથે કહે છે અને જલસો કરે છે.

ભારતમાં આ પ્રથા મુખ્યત્વે બસ્તરના મુરિયા અને માડિયા જનજાતિના આદિવાસીઓમાં પ્રચલિત છે. ઘોટુલમાં આદિવાસીઓ તહેવારો ઉજવે છે. ગામના પાદરમાં ઘોટુલ બનાવવામાં આવે છે.
ઘોટુલ માટીની ઝૂંપડી છે. જેમાં આદિવાસી સમાજના યુવક-યુવતીઓને એક વૃદ્ધ વ્યક્તિની દેખરેખ હેઠળ એકબીજાને મળવા, જાણવા અને સમજવાની તક આપવામાં આવે છે. ઘોટુલમાં ભાગ લેનારી છોકરીઓને મોતીયારી અને છોકરાઓને છેલિક કહેવામાં આવે છે અને તેમના સરદારને બેલોસા અને સરદાર કહેવામાં આવે છે.
સરળ ભાષામાં સમજવુ હોય તો સમજી શકાય કે ઘોટુલ એ સ્નાતક કક્ષાનું ડોરમેટરી છે. અહીં આદિવાસી છોકરા-છોકરીઓ રાત્રી રોકાણ કરે છે. જુદા જુદા વિસ્તારોની ઘોટુલ પરંપરાઓ અલગ છે. ઘણા વિસ્તારોમાં છોકરા-છોકરીઓ ઘોટુલમાં સૂઈ જાય છે, તો કેટલાક વિસ્તારોમાં આખો દિવસ સાથે રહ્યા પછી પોતપોતાના ઘરે સૂવા જાય છે.
ઘોટુલમાં જે તે જનજાતિને લગતી માન્યતાઓ, નૃત્ય, સંગીત, કલા અને વાર્તાઓ પણ કહેવામાં આવે છે. સમાજ સાથે સંકળાયેલા વડીલો અહીં હાજર હોય છે. આ ઉત્સવમાં યુવાનોને માર્ગદર્શન આપવા અને ઉત્સવ માટે પ્રેરણા આપવા માટે જ મુરિયા સમાજના વરિષ્ઠ લોકોની હાજરી હોય છે.
સાંજે છોકરાઓ અને છોકરીઓ ધીમે ધીમે અહીં ભેગા થવા લાગે છે. તે જૂથોમાં ગાતા ગાતા ઘોટુલ પહોંચે છે. આ સમય દરમિયાન પરિણીત પુરુષો ઢોલ વગાડે છે અને યુવાનો નૃત્ય કરે છે. એક-બે ગીતો પછી તેઓ જૂથોમાં વાત કરતા અને ગામની સમસ્યાઓની ચર્ચા કરતા જોવા મળે છે.
આ સમયે તેઓ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. ઘોટુલને પરંપરાને પ્રોમ નાઇટ સરખાવી શખાય. પ્રોમ નાઈટ આધુનિક છે તો ઘોટુલ હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.
કહેવાય છે કે ઘોટુલમાં જોડાયા પછી છોકરીઓ અને છોકરાઓએ પોતાના નામ બદલવા પડે છે. છોકરીની સંમતિ પછી છોકરો તેના વાળમાં ફૂલ મૂકીને આની જાહેરાત કરે છે.
ઘોટુલમાં ભાગ લેનાર છોકરા-છોકરીઓની ઉંમર નિશ્ચિત છે. જેમાં છોકરાઓ માટે વય મર્યાદા 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. શરૂઆતમાં છોકરો અને છોકરી એકબીજા સાથે સહજતા અનુભવતા નથી, જેના કારણે તેમને 7 દિવસનો સમય આપવામાં આવે છે. દરેક યુવક-યુવતીને પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
