Video: કિરણ બેદીએ આ વૃદ્ધાને સમજી લીધા PMના માતા
કિરણ બેદીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક માજીનો વીડિયો શેર કર્યો હતો અને ભૂલમાં તેમને પીએમ મોદીના માતા હીરાબા સમજી લીધા હતા.
પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ ટ્વીટર એકાઉન્ટ પર 97 વર્ષના એક વૃદ્ધાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે આ વીડિયો સાથે ટ્વીટમાં લખ્યું હતું કે, 97 વર્ષની ઉંમરે પણ તેમના ઉત્સાહને દાદ આપવી પડે. આ વીડિયોમાં પીએમ મોદીના માતા હીરાબા દિવાળીની ઉજવણી કરતા નજરે પડે છે. કિરણ બેદીનું આ ટ્વીટ અને તેમણે પોસ્ટ કરેલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. જો કે, આ વીડિયોમાં જોવા મળતા વૃદ્ધા પીએમ મોદીના માતા હીરાબા નથી. વળી આ વીડિયો પણ દિવાળીનો નથી. આ કારણે કેટલાક લોકોએ ટ્વીટર કિરણ બેદીની હાંસી પણ ઉડાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો ઇન્ટરનેટ પર 3 ઓક્ટોબરના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમાં વૃદ્ધા અંબાજીની છબી સામે ગુજરાત લોકગીત પર મટુકી કરતાં નજરે પડે છે. જે પરથી કહી શકાય કે, આ વીડિયો નવરાત્રિના સમયગાળા દરમિયાન લેવાયો હશે. વળી, ધ્યાનથી જોતાં ખ્યાલ આવે છે કે, આ માજી પીએમ મોદીના માતા તો ચોક્કસપણે નથી. કિરણ બેદીને પણ આ વાતનો ખ્યાલ આવતાં તેમણે પોતાની ભૂલ સુધારી હતી અને અન્ય એક ટ્વીટ કરતાં લખ્યું હતું કે, મારાથી ઓળખ કરવામાં ભૂલ થઇ છે. પરંતુ આ માતાના ઉત્સાહને હું સલામ કરું છું. આશા રાખું કે, હું પણ 96 વર્ષની ઉંમરે આટલો જ ઉત્સાહ બતાવી શકું.
Spirit of Deepavali at tender age of 97. She's mother of @narendramodi (Hiraben Modi -1920) celebrating Diwali at her own home👇🏼@SadhguruJV pic.twitter.com/HBXAzNXomC
— Kiran Bedi (@thekiranbedi) October 20, 2017
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
