તો માલામાલ વિજય માલ્યાએ ઉભા કર્યા આ 5 ખતરા
બેગ્લોર: રિજર્વ બેંક ઑફ ઇન્ડિયાના ગર્વનર રધુરામ રાજને કહ્યું કે બેંક મનસ્વી ડિફોલ્ટરની ઇમેજને મજબૂત હથિયારની માફક ઉપયોગ કરી શકે છે. આ વાત બીજા કોઇઅને નહી પરંતુ કિંગફિશર કિંગ વિજય માલ્યાના સંદર્ભમાં કહેવામાં આવી છે.
વિજય માલ્યાનું નામ લીધા વિના તેમને કહ્યું કે બદનામીની આ છબિ મળ્યા બાદ લોન લેના માટે નાણાકીય વ્યવસ્થાના લીધે વધુ લોન લેવાના રસ્તા બંધ થઇ જાય છે. કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાને ત્રણ બેંકોએ મનસ્વી ડિફોલ્ટર જાહેર કરી દિધા છે. મનસ્વી ડિફોલ્ટર શબ્દ અહી 'પોતાની ઇચ્છાથી પોતાને દેવાળીયા જાહેર' કરનારાઓ માટે પ્રયોગ કરવામાં આવ્યો છે. આ 5 વાતોમાં વાંચો તે ખતરા જે વિજય માલ્યાએ ના ફક્ત પોતાના માટે પરંતુ બીજા માટે પણ ઉભા કર્યા છે.

મનસ્વી ડિફોલ્ટરનો ખતરો નં 1
જો કે મનસ્વી ડિફોલ્ટરની યાદી રિજર્વ બેંક અને ક્રેડિટ ઇંફોર્મેશન બ્યૂરો દ્વારા સેબીને મોકલવામાં આવે છે. સેબી નિયમોના અનુસાર મનસ્વી ડિફોલ્ટર બજારમાં વધુ પૈસા એકઠા ન કરી શકે.

મનસ્વી ડિફોલ્ટર ખતરા નં 2
આ યાદીમાં નામ સામેલ થયા બાદ કોઇ પણ બેંક અથવા નાણાંકીય સંસ્થા તેને અન્ય કોઇપણ સુવિધા આપશે નહી. દેશના સર્વોચ્ચ બેંક રિજર્વ બેંક દ્વારા જાહેર મનસ્વી ડિફોલ્ટરની યાદીમાં નામ આવવાની સાથે તે વ્યક્તિ અથવા કંપનીને આગામી પાંચ વર્ષ સુધી કોઇપણ નવો ધંધો ખોલવા માટે લોન ન મળી શકે.

મનસ્વી ડિફોલ્ટર ખતરા નં 3
કોઇપણ મુદ્દે જરૂરિયાત પડતાં બેંક, ફોજદારી અથવા અન્ય મામલા હેઠળ કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બેંક મનસ્વી ડિફોલ્ટર કંપનીના મેનેજમેન્ટને બદલી પણ શકે છે.

મનસ્વી ડિફોલ્ટર ખતરા નં 4
તાજેતરમાં જ યૂનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયાએ વિજય માલ્યા અને તેમની કિંગફિશર એરલાઇન્સ તથા અન્ય બે ડાયરેક્ટર્સને મનસ્વી ડિફોલ્ટર જાહેર કર્યા છે. વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ પર 17 બેંકોનું, 7,000 કરોડ રૂપિયાનું દેવું છે. આ 'આંતરાષ્ટ્રીય બદનામી' તરીકે પણ જોવામાં આવે છે.

મનસ્વી ડિફોલ્ટરનો ખતરા નં 5
આ આખા મામલા બાદ બેંક તથા અન્ય નાણાકીય સંસ્થાઓઅ આ પ્રકારના ડરથી બચવા માટે દેવું ચૂકવતાં પહેલાં પોતાની શરતો આકરી કરશે તથા અન્ય નવોદિત ઉદ્યોગપતિ આ કઠોર નીતિનો શિકાર બની શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
