Karnataka election : કર્ણાટક ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે કિચ્ચા સુદીપ? જાણો કેવી રીતે?
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાજનીતિ સાથે ફિલ્મી સ્ટારની એન્ટ્રી પણ થઈ ચુકી છે. કન્નડ સુપર સ્ટાર કિચ્ચા સુદીપે બીજેપી જોઈન કરતા અભિનેતા પ્રકાશ રાજે તેની ટીકા કરી છે. જો કે બીજી તરફ કર્ણાટકમાં કિચ્ચા સુદીપ બીજેપી માટે લકી સાબિત થઈ શકે છે અને પુરી ગેમ બદલી શકે છે. આ જ કારણ છે કે કિચ્ચાની એન્ટ્રીએ વિરોધીઓને હલબલાવ્યા છે.
કિચ્ચા સુદીપે ચૂંટણીમાં બીજેપીને સમર્થન આપવાની જાહેરાત કરી છે અને સાથે સાથે તેણે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને પોતાના મામા ગણાવ્યા છે અને કહ્યું છે કે, બસવરાજ ગમે તે પાર્ટીમાં હોય તે તેને સપોર્ટ કરશે. હવે આ એન્ટ્રીથી રાજનીતિ ગરમાઈ છે. કિચ્ચા સુદીપે કહ્યું કે બોમ્માઈ તેમના સંઘર્ષના દિવસોમાં સાથે ઊભા હતા. તેથી તેમને ટેકો આપવો તે પોતાની ફરજ છે.

હવે અટકળો લાગી રહી છે કે કિચ્ચાની એન્ટ્રીથી બીજેપીને ફાયદો થઈ શકે છે. આ જ કારણ છે કે વિરોધીઓ પ્રહાર કરી રહ્યા છે. કિચ્ચા સુદીપની એન્ટ્રીથી ભાજપને સૌથી મોટો ફાયદો એ છે કે કર્ણાટકમાં તેની મોટી ફેન ફોલોઈંગ છે. કિચ્ચાના ચૂંટણી પ્રચારથી બીજેપીને સરકાર દ્વારા કરાયેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાની તક મળશે.
અહીં બીજેપીની નજર એ વાત અટકી છે કે કિચ્ચાની ફેન ફોલોઈંગને વોટ શેરમાં બદલી શકે છે કે નહીં. આ જ કારણે છે કે બીજેપીને કિચ્ચાથી ઉમ્મીદ છે. કિચ્ચા સુદીપનું ભાજપ કેમ્પમાં જોડાવું એ એક વ્યૂહાત્મક પગલું છે. કિચ્ચા નાયક સમુદાયમાંથી આવે છે, જે રાજ્યની 7 ટકા વસ્તી ધરાવે છે. આ સ્થિતિમાં નાયક સમાજના મત પણ ભાજપને મળી શકે છે.
બીજેપી સારી રીતે જાણે છે કે સુદીપ પાસે યુવા પેઢી અને નાયક સમુદાયને પોતાની તરફ આકર્ષિત કરવાનો કરિશ્મા છે. આ નાયક સમુદાયો બલ્લારી, રાયચુર, કોપ્પલ, ગદગ અને ચિત્રદુર્ગ જિલ્લાના ભાગોમાં વસે છે. કર્ણાટકમાં અભિનેતા ઉમેદવારો માટે પ્રચાર કરે છે પરંતુ પાર્ટીમાં જોડાતા નથી કે ટ્રેન્ડ છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કિચ્ચા સુદીપે બી. મોલાકલમુરુ વિધાનસભા ક્ષેત્રમાં શ્રીરામુલુ માટે પ્રચાર કર્યો હતો.
હાલમાં જ કિચ્ચા સુદીપ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારના ફોટો વાયરલ થયા હતા. ફોટો વાયરલ થયા બાદ એવી અટકળો શરૂ થઈ કે અભિનેતા કર્ણાટકની ચૂંટણી પહેલા જૂની પાર્ટીમાં જોડાઈ શકે છે. કિચ્ચા પોતે શિવમોગ્ગા જિલ્લાના છે. તેને ત્યાંના લોકોનું જબરદસ્ત સમર્થન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
