દૂરદર્શનના લાઈવ શોમાં અચાનક આવી ગયુ મોત, ડાયરેક્ટરને સવાલ પૂછતી રહી ગઈ એંકર
કેરળમાં દૂરદર્શનના લાઈવ શો દરમિયાન અચાનક જ ડૉ.એ. દાસનું અવસાન થયું. 59 વર્ષીય દાસ, જેઓ કૃષિ યુનિવર્સિટીના ડાયરેક્ટર હતા, એક કાર્યક્રમ દરમિયાન અચાનક બેભાન થઈ ગયા અને તેમનું મૃત્યુ થયું.
ચેનલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કૃષિ દર્શન કાર્યક્રમ દરમિયાન બની હતી. આ કાર્યક્રમ સોમવારથી શુક્રવાર સાંજે 6:30 કલાકે પ્રસારિત થાય છે. આ દરમિયાન જ્યારે એન્કર દાસને સવાલ પૂછી રહી હતી ત્યારે તે બેભાન થઈ ગયા હતા.

આ ઘટના પણ સાંજે સાડા છ વાગ્યે બની હતી. બેભાન થઈ ગયા પછી, કૃષિ નિષ્ણાતને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તમને જણાવી દઈએ કે ડૉ. અની એસ. દાસ કેરળ યુનિવર્સિટીમાં પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. ઘણીવાર તેઓ નિષ્ણાત તરીકે કૃષિ દર્શનના કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે ડાયરેક્ટર બેભાન થઈ ગયા તો તેમને તાત્કાલિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
