Kerala Train Tragedy: ચાલતી ટ્રેનમાં મુસાફર પર પેટ્રોલ નાખી આગ ચાંપી, 9 ઘાયલ, 3ના મળ્યા શબ
Kerala Train Tragedy: કેરળના કોઝિકોડ જિલ્લામાં ચાલતી ટ્રેનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ટ્રેનની અંદર એક અજાણ્યા વ્યક્તિએ એક મુસાફર પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રાત્રે 10 વાગે અલપ્પુઝા-કન્નુર મેન એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનમાં બની હતી.

ઘટના સ્થળે રેલવે ટ્રેક પરથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે જેમાં એક બાળકનો મૃતદેહ પણ છે. મતન્નૂરના રહેવાસી રહેમત અને તેની બહેનની બે વર્ષની બાળકી અને નૌફલના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે રવિવારે રાત્રે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. એક પુરુષ, એક મહિલા અને એક બાળકના મૃતદેહ છે. રવિવારે ટ્રેનમાં આગચંપીની ઘટના બાદ ત્રણેય લોકો લાપતા હતા. જ્યારે અલાપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેન કોરાપુઝા રેલવ્ બ્રીજ નજીક પહોંચી ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ સાથી મુસાફરને પેટ્રોલ છાંટી તેને આગ લગાવી દીધી તેમ પોલીસે જણાવ્યુ હતુ. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે.
ઘટના બાદ ચેઈન ખેંચીને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આરોપી વ્યક્તિ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રેન કન્નુ પહોંચી ત્યારે કેટલાક મુસાફરોએ ફરિયાદ કરી હતી કે અકસ્માત બાદ એક મહિલા અને એક બાળક ગુમ છે. મુસાફરે જણાવ્યુ કે ઇજાગ્રસ્ત એક વ્યક્તિ ટ્રેનમાં મહિલા અને બાળકને શોધી રહ્યો હતો. અમને તે મહિલાના ચપ્પલ અને ફોન મળી આવ્યા છે.
અમુક લોકોના ગુમ થવાના સમાચાર મળતા જ પોલીસે રેલવે ટ્રેક પર શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને આશંકા છે કે આગ લાગ્યા બાદ આ લોકો ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હશે, જે દરમિયાન આ ઘટના બની હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે અમે સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિને જોયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
