કેરળમાં ભારે વરસાદના કારણે 4 જિલ્લાઓમાં સ્કૂલો-કૉલેજો કરાઈ બંધ
Kerala Rain: કેરળમાં ભારે વરસાદને કારણે આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કેરળના ચાર જિલ્લામાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં, હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 23 જુલાઈથી 26 જુલાઈ સુધી ઘણા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે, ત્યારબાદ શાળાઓ બંધ કરી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કેરળના ચાર જિલ્લામાં શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાયનાડ, કોઝિકોડ, કન્નુર અને મલપ્પુરમમાં આજે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડીએમ દ્વારા એક નિવેદન જાusj કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રોફેશનલ કોલેજ અને ICSE, CBSE બોર્ડની શાળાઓ પણ મંગળવારે બંધ રહેશે. ભારે વરસાદને કારણે સોમવારે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી.
કાસરગોડ જિલ્લામાં હોસાદુર્ગા અને વેલારીકુંડુ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જોકે અહીં કોલેજો ખુલ્લી રહેશે. કન્નુ યુનિવર્સિટીની PSC પરીક્ષામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને એવા વિસ્તારોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં પાણી ભરાય છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ, કાસરગોડ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રવિવારે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. વાયનાડ જિલ્લામાં બે સગીર બાળકો હાદી અને હાશીરનું મોત થયું હતું. અહેવાલો અનુસાર, જ્યારે બંને ટ્યુશન માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓ ઊંડા નાળામાં પડી ગયા હતા. જ્યારે ત્રિશૂરમાં એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
