10 મેંએ કેજરીવાલની જામીન અરજી પર ફેંસલો આવી શકે, જાણો શું કહ્યું કોર્ટે?
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર 10 મેંના રોજ સુપ્રીમ કોર્ટ નિર્ણય સંભળાવી શકે છે.
અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એક મહિનાથી વધુ સમયથી જેલમાં છે.

એક્સાઇઝ ડ્યુટી પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર સુપ્રીમ કોર્ટ 10 મેના રોજ પોતાનો આદેશ આપી શકે છે.
આબકારી નીતિ કૌભાંડ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી ધરપકડ સામે કેજરીવાલની અરજીની સુનાવણી કરી રહેલી બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ આ વાત કહી.
બુધવારે કેજરીવાલના કેસની સુનાવણી કરતા જસ્ટિસે કહ્યું કે, અમે શુક્રવારે કેજરીવાલના વચગાળાના જામીન પર વચગાળાનો આદેશ આપીશું. ધરપકડને પડકારવા સંબંધિત મુખ્ય કેસનો પણ તે જ દિવસે નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે.
બુધવારે જસ્ટિસ ખન્ના જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી સાથે અલગ કમ્પોઝિશનમાં બેઠા હતા. ખન્નાએ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ બાદ કેજરીવાલના વચગાળાના જામીન અંગે આ માહિતી આપી.
જણાવી દઈએ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધિત કેસમાં કેન્દ્ર વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ હાજર થયા હતા, તેમણે કેજરીવાલની અરજીના લિસ્ટિંગ પર સ્પષ્ટતા માંગી.
7 મેના રોજ સુપ્રીમ કોર્ટની બેંચે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
