આ કેજરીવાલ અમૃતસરમાં કરે છે દલજીત સિંહ માટે પ્રચાર
અમૃતસર, 29 એપ્રિલ : ગાડીઓનો મોટો કાફલો અને હાથમાં ઝાડુ છે. તમને તરત જ ચૂંટણી પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલ યાદ આવી જશે. પણ અહીં વાત થોડી જુદી છે. આ કેજરીવાલ 'આપ' માટે નહીં પરંતુ અમૃતસરમાં 'આપ'ના ઉમેદવાર દલજીત સિંહ માટે પ્રચાર કરી રહ્યા છે. તેમના પ્રચારને જોવા માટે અનેક લોકો આશ્ચર્ય સાથે ઉભા રહે છે.
અનેક લોકો એમ પણ પૂછી બેસે છે કે આ અરવિંદ કેજરીવાલ છે? ત્યારે અન્ય પ્રચારકો જણાવે છે કે ના તેઓ આપના અરવિંદ કેજરીવાલ નથી પરંતુ તેમના હમશકલ છે. તેમનું નામ અનિલ મહાજન છે. તેઓ અમૃતસરમાં જ જન્મ્યા અને શિક્ષણ મેળવ્યું. તેઓ અમૃતસરમાં એક નાનકડો વેપાર ચલાવે છે.
ધોરણ 10 સુધી અભ્યાસ કરનારા અનિલ મહાજન કોમ્પ્યુટર ડિઝાઇનિંગનો બિઝનેસ ચલાવે છે અને અચાનક મળવા લાગેલા મહત્વથી ખુશખુશાલ છે. તેમની ખુશી તેમના ચહેરા પરથી ઝલકે છે. તેમણે બીબીસી હિન્દીને એક મુલાકાત આપી હતી. જેમાં અનેક બાબતો જણાવી હતી. તેમણે મુલાકાતમાં શું કહ્યું તે જાણીએ...

આ છે કેજરીવાલના ડુપ્લિકેટ
ધોરણ 10 સુધી અભ્યાસ કરનારા અનિલ મહાજન કોમ્પ્યુટર ડિઝાઇનિંગનો બિઝનેસ ચલાવે છે અને અચાનક મળવા લાગેલા મહત્વથી ખુશખુશાલ છે. તેમની ખુશી તેમના ચહેરા પરથી ઝલકે છે.

કેજરીવાલ સાથે વિચારો પણ મળે છે
મુલાકાતમાં તેમણે જણાવ્યું છે કે 'અરવિંદ કેજરીવાલ સાથે મારો ચહેરો જ મળતો આવે છે એવું નથી. મારા વિચારો પણ તેમની સાથે મળતા આવે છે. આ બાબત મહત્વની છે. કારણ કે માત્ર ચહેરા મળતા હોય તે મહત્વનું નથી.'

'આપ'ના પ્રારંભથી જ પાર્ટીમાં જોડાયા
'આપ' પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારથી જ તેઓ પાર્ટી સાથે સંકળાઇ ગયા હતા. ત્યાર બાદ અત્યાર સુધી તેઓ સોશિયલ મીડિયા મારફતે આપનો પ્રચાર કરી રહ્યા હતા.

હમશકલનો અહેસાસ ક્યારે?
અનિલ મહાજને જણાવ્યું કે 'મેં અરવિંદ કેજરીવાલને ક્યારેય નજીકથી જોયા નથી. પરંતુ લોકો મને કહેવા લાગ્યા કે મારો ચહેરો તેમને મળતો આવે છે. ધીરે ધીરે કેજરીવાલજીની લોકપ્રિયતા વધતી ગઇ અને મારા ઘરના લોકો પણ મને કહેવા લાગ્યા કે મારો ચહેરો તેમને મળતો આવે છે.'

કેજરીવાલ જેવો દેખાવ
કેજરીવાલ જેવા દેખાવ માટે તેમણે તેમના જેવા ચશ્મા અને તેમના જેવું બોલવાનો પ્રયાસ કર્યો છે. તેઓ આપના ઉમેદવાર આંખોના ડૉક્ટર દલજીત સિંહ માટે અરવિંદ કેજરીવાલ પહેરે છે તેવું જ શર્ટ પહેરીને પ્રચાર શરૂ કર્યો છે.

પંજાબમાં 'આપ'ને લાભ
અનિલ મહાજનનું માનવું છે કે 'આપ'ને દિલ્હી બાદ જો સૌથી વધારે લાભ મળવાની શક્યતા હોય તો તે પંજાબ છે.

મોદીના હમશકલ પણ ચર્ચામાં
આ પહેલા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના હમશકલ વિકાસ મહંતે પણ ચર્ચામાં આવી ચૂક્યા છે. તેમના માટે ખુશીની બાબત એ હતી કે તેઓ નરેન્દ્ર મોદીને રૂબરૂમાં મળી ચૂક્યા છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications