વિપક્ષી એકતાની કવાયત વચ્ચે કેજરીવાલ-નીતિશ કુમાર વચ્ચે મહત્વની બેઠક, જાણો બન્ને વચ્ચે શું વાત થઈ?
કર્ણાટકમાં બીજેપીને સડસડતો તમાચો માર્યા બાદ હવે તમામ વિપક્ષી પાર્ટીઓમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. આ ક્રમમાં તમામ પાર્ટીઓ એક થઈને લોકશાહી વિરોધી ગતિવિધીઓ માટે જાણીતી મોદી સરકારનો વિરોધ કરવાનો પ્લાન કરી રહ્યા છે. હવે નીતિશ-કેજરીવાલ વચ્ચે બેઠક યોજાઈ છે.
નીતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલ ઘણી વખત વિપક્ષી એકતાની વાતો કરતા રહ્યા છે ત્યારે હવે નીતિશ કુમાર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરે મુલાકાત માટે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોવા મળ્યા હતા.

કેજરીવાલ અને નીતિશની આ મુલાકાત કલાકો ચાલી હતી. મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશને નકારતા અધ્યાદેશ લાવવા મુદ્દે અમે લોકો સાથે છીએ. જો કેન્દ્ર અધ્યાદેશને વિધેયકના રૂપમાં લાવે તો તમામ વિપક્ષી પક્ષો સાથે મળીને રાજ્યસભામાં બીજેપીને હરાવી શકે છે. જો આવુ થાય તો મેસેજ જશે કે 2024માં મોદી સરકારને હરાવી શકાય છે.
બીજી તરફ આ મુદ્દે નીતિશ કુમારે કહ્યું કે, એક ચૂંટાયેલી સરકારની તાકાત કેવી રીતે છીનવી શકાય? આ બંધારણ વિરોધી છે અને અરવિંદ કેજરીવાલ સાથે છીએ. અમે દેશના તમામ વિપક્ષોને એક સાથે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ.
અહીં તમને જણાવી દઈએ કે, કેજરીવાલ અને નીતિશ કુમાર વચ્ચે આ પહેલી મુલાકાત નથી. આ પહેલા પણ બન્ને મુલાકાત કરી ચૂક્યા છે. બિહારના સીએમ નીતિશ કુમારે મીડિયાને ઘણી વખત સ્પષ્ટ કર્યું છે ક, જો વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવે તો લોકસભા ચૂંટણીમાં બીજેપીનો સફાયો થઈ શકે છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે માત્ર કેજરીવાલ જ નહીં, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને શરદ પવાર સહિતના નેતાઓ એક મંચ પર આવવા માટે અપીલ કરી ચુક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
