અધિકારીઓને કેજરીવાલ સરકારનો નિર્દેશ, ઉપરાજ્યપાલ પાસેથી આદેશ લેવો બંધ કરે
દિલ્હી સરકાર અને એલજી વચ્ચે ફરી વિવાદ વકર્યો, એલજી પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો કેજરીવાલ સરકારનો આરોપ.
દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી વીકે સક્સેના વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. કેજરીવાલ સરકારે હવે નિર્દેશ આપ્યો છે કે અધિકારીઓ ઉપરાજ્યપાલ વીકે સક્સેના પાસેથી સીધો આદેશ લેવો બંધ કરે. આની સાથે જ દિલ્હી સરકાર તરફથી જાહેર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાંજેક્શન ઑફ બિઝનેસ રૂલ્સ (ટીબીઆર) કડકાઈથી પાલન કરે.

દિલ્હી સરકારના તમામ મંત્રિઓએ પોતાના વિભાગ સચિવોને પત્ર લખી ટ્રાંજેક્શન ઑફ બિઝનેસ રુલ્સનું સખ્તાઈથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સચિવોને એલજી પાસેથી મળેલ કોઈપણ સીધા આદેશની સૂચના પ્રભારી મંત્રીને આપવાના નિર્દેશ અપાયો છે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ નિર્દેશોની જાણકારી આપતા કહ્યું કે, ટીબીઆર અને સુપ્રીમ કોર્ટના ફેસલાના નિયમ 49 અને 50નું ઉલ્લંઘન કરતાં એલજી ચૂંટાયેલ સરકારની અવગણના કરી વિભાગ સચિવોને આદેશ જાહેર કરી રહ્યા છે. LG ના આવા ગેરકાયદેસર સીધા આદેશોનો અમલ TBR ના નિયમ 57 ના ઉલ્લંઘન સમાન ગણાશે.
આદેશમાં આગળ કહેવામાં આવ્યું છે કે, એલજીથી સીધા પ્રાપ્ત થયેલા આવા કોઈપણ આદેશ સંવિધાન અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને સંવિધાનના ઉલ્લંઘનમાં આદેશોના અમલીકરણને સરકાર દ્વારા ગંભીરતાથી જોવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ગુરુવારે જ ઉપરાજ્યપાલને પત્ર લખી ટ્રાંજેક્શન ઑફ બિઝનેસ ઑફ જીએનસીટીડી (સંશોધન) 2021ના નિયમ અંતર્ગત નિર્ણય લેવાની અપીલ કરી હતી. સિસોદિયાએ પત્રમાં લખ્યું હતું કે કોઈ મામલામાં ઉપરાજ્યપાલ અને મંત્રી વચ્ચે ડિફરેન્સ ઑફ ઓપિનિયનની સ્થિતિમાં 15 દિવસમાં ઉપરાજ્યપાલ ચર્ચાના માધ્યમથી સમસ્યા ઉકેલવાનો પૂરો પ્રયત્ન કરશે.
કેજરીવાલ સરકારનો આરોપ છે કે ઉપરાજ્યપાલ 'સંવિધાન અને સુપ્રીમ કોર્ટના ફેસલા'નો ઉલ્લંઘન કરી ચૂંટાયેલી સરકારની અવગણના કરી સચિવોને સીધો આદેશ જાહેર કરી રહ્યા છે. સંવિધાન અને સુપ્રીમ કોર્ટના આદેશોને લાગૂ કરાવવા માટે સરકાર તરફથી ગંભીરતાથી કામ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
