ઉપચારના નામ પર 5 વર્ષથી મહિલા સાથે રેપનો આરોપી બાબા પકડાયો
બાબાએ એક મહિલા સાથે પાંચ વર્ષ સુધી સતત રેપ કર્યો જયારે મહિલાના પતિએ તેનો વિરોધ કર્યો તો તેની પીટાઈ કરીને તેની આખો ફોડી નાખી.
ઉત્તરપ્રદેશમાં એક મહિલા સાથે યૌનઉત્પીડનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કથાકથિત બાબાએ એક મહિલા સાથે પાંચ વર્ષ સુધી સતત રેપ કર્યો જયારે મહિલાના પતિએ તેનો વિરોધ કર્યો તો તેની પીટાઈ કરીને તેની આખો ફોડી નાખી. દબંગ બાબથી પરેશાન મહિલાને જયારે સ્થાનીય સ્તરે કોઈ મદદ મળી નહીં ત્યારે તેને લોહીથી પત્ર લખીને સીએમ યોગી પાસે કાર્યવાહી કરવાની માંગ કરી. એડીજી ઘ્વારા આ મામલો ધ્યાનમાં લેવામાં આવ્યો. વિધાયક સંજય ગુપ્તા ઘ્વારા પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને પીડિત મહિલાને ન્યાય અપાવવા માટે નિર્દેશ આપ્યો અને આ મામલે જાંચ ચાલુ કરી દેવામાં આવી.

શુ છે આખો મામલો
કરારી ચોકી વિસ્તારમાં રહેનાર પીડિતા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે અહીં રહેનાર બાબા અજમલ શાહે ઉપચારના નામ પર તેનું જીવન નરક બનાવી દીધું છે. બાબા પર આરોપ છે કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી મહિલાનો બળાત્કાર કરી રહ્યા હતા. મહિલાએ જણાવ્યું કે બાબાની હેવાનિયતનો જયારે તેના પતિએ વિરોધ કર્યો ત્યારે બાબા અને તેના માણસોએ તેના પતિને ઢોર માર માર્યો અને પછી તેની આંખ પણ ફોડી નાખી.

હવસનો શિકાર
પોલીસ પણ મહિલાને ન્યાય અપાવવાને બદલે બાબા સાથે સમજૂતી કરવા માટે જણાવતી રહી. પોલીસના સંરક્ષણમાં બાબા મહિલા સાથે જબરજસ્તી કરતો રહ્યો. મહિલા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે બાબા તેના સાથીઓ સાથે તેને પોતાની હવસનો શિકાર બનાવતો અને વિરોધ કરવા પર તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો.

લોહીથી લખેલો પત્ર
પીડિતાના જણાવ્યા અનુસાર બાબાના પ્રતાડનથી પરેશાન મહિલા ફરીથી પોલીસની મદદ માંગવા માટે પહોંચી ત્યારે પોલીસે મહિલાના પતિને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધો. મહિલાએ પોતાના લોહીથી સીએમ યોગીને પત્ર લખ્યો અને પછી મદદ માંગવા માટે એડીજી અલાહાબાદ પહોંચી. એડીજી આદેશ અનુસાર દુરાચારના આરોપી બાબા અજમલ શાહની આઇપીસી ધારાઓ હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

શુ કરી રહ્યા અધિકારીઓ
કૌશંબી એસપી પ્રદીપ ગુપ્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આખા મામલે જાંચ સીઓ મંજનપુરને સોંપવામાં આવી છે. આરોપી બાબા સાલેમપુરનો ગ્રામ પ્રધાન છે. બંનેમાં આપસી વિવાદની વાત સામે આવી છે. હાલમાં આખા મામલે જાંચ ચાલી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
