'ED પછી હવે RTIનો ઉપયોગ કરી રહ્યા છે પીએમ મોદી...', એમકે સ્ટાલિને કચ્ચાતિવુ વિવાદ પર સાધ્યુ નિશાન
MK Stalin On Katchatheevu Island Row: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કચ્ચાતિવુ ટાપુ વિવાદને લઈને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધ્યું છે.
એમકે સ્ટાલિને કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી હવે ED બાદ RTI (રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ)નો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આવકવેરા (IT) પછી, તેઓએ તેમના જોડાણમાં RTIનો પણ સમાવેશ કર્યો છે."

એમકે સ્ટાલિને કહ્યું, "પીએમ મોદી જાણે છે કે જો તેઓ કંઈ પણ કહેશે તો લોકો તેમના પર વિશ્વાસ નહીં કરે, તેથી તેઓ આરટીઆઈનો ઉપયોગ નૌટંકી માટે કરી રહ્યા છે." સ્ટાલિને એવો પણ સવાલ કર્યો હતો કે વડાપ્રધાન મોદીને ઉત્તર પ્રદેશમાં કચ્ચાતિવુ વિવાદ માટે બોલવાની શા માટે જરુર પડી?
કચ્ચાતિવુ વિવાદ પર પીએમ મોદીના આરોપો બાદ એમકે સ્ટાલિને તીખો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કચ્ચાતિવુ ટાપુ વિવાદ પર કોંગ્રેસની ટીકા કરી હતી જ્યારે આરટીઆઈ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 1974માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા કચ્ચાતિવુ ટાપુ શ્રીલંકાને સોંપવામાં આવ્યો હતો.
એમકે સ્ટાલિને એમ પણ કહ્યું હતું કે, સામાજિક ન્યાય અને સમાનતા સ્થાપિત કરવા માટે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવી જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપ એ પણ જાણતી હતી કે દક્ષિણ અને ઉત્તર રાજ્યોના લોકો તેમને સત્તા પરથી હટાવી દેશે.
પીએમ મોદીની ટીકા કરતા સ્ટાલિને કહ્યું છે કે તેમણે જે કહ્યું છે કે તેઓ EDની કાર્યવાહીથી અજાણ છે તે સમજની બહાર છે. તેમણે કહ્યું, "શું તમને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી (હેમંત સોરેન) અને દિલ્હીના મુખ્યમંત્રી(અરવિંદ કેજરીવાલ)ની ધરપકડ વિશે ખબર નથી? કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કર્યા બાદ ઈન્કમટેક્સે સુપ્રીમ કોર્ટમાં યુ-ટર્ન લઈ લીધો હતો. તો તમને ખબર ન હતી કે IT, ED અને CBI શું કરી રહ્યા છે?
તેમણે એમ પણ કહ્યું કે જેમને 'દ્રવિડમ' શબ્દ પસંદ નથી તેઓ પોતાને ધર્મના દુશ્મન બતાવી રહ્યા છે. સ્ટાલિને કહ્યું, "અમે સાંપ્રદાયિકતાના દુશ્મન છીએ, જે લોકોને વિભાજિત કરે છે, ધર્મને નહીં. એમ કરુણાનિધિની શૈલીમાં કહીએ તો, અમે એવો દાવો નથી કરતા કે મંદિર ન હોવું જોઈએ નહીં, પરંતુ અમે દાવો કરીએ છીએ કે મંદિર કોઈનુ શિબિર ન હોવું જોઈએ. એકંદરે, અમે એ લોકોના દુશ્મન છીએ, જે લોકોમાં ભાગલા પાડવા માટે ધર્મનો ઉપયોગ કરે છે.''
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
