દેશનોકમાં આવેલું કરણીમાતાનું મંદિર જાણીતુ છે 'ચૂહેવાલે મંદિર' તરીકે

કરણી દેવી સાક્ષાત જગદમ્બાનો અવતાર હતા. નવરાત્રિ દરમિયાન દર્શાંનાર્થીઓની ભીડ જામે છે. શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો લઇને આ શક્તિપીઠ પહોંચી માતાના ચરણોમાં શીશ નમાવે છે. માતાને નારિયેળ અને પ્રસાદ ચઢાવી પોતાની મનોકામના પુરી કરવાની પ્રાર્થના કરે છે. અહીં ઉંદરોને લાડવા ખવડાવવામાં આવે છે દૂધ પીડાવવામાં આવે છે.
અત્યારે જે સ્થળે આ ભવ્ય મંદિર છે ત્યાં લગભગ છ સો વર્ષ પહેલાં એક ગુફામાં રહીને માં તેમના ઇષ્ટદેવની પુજા અર્ચના કરતા હતા. આ ગુફા આજેપણ મંદિરમાં ઉપસ્થિત છે. માંના જ્યોર્તિલીન થયા પછી તેમની ઇચ્છાનુસાર તેમની મૂર્તિની સ્થાપના આ ગુફામાં કરવામાં આવી. સંગેમરમરથી બનેલા આ મંદિરની ભવ્યતા માણવા જેવી છે.
અહીંયા ઉંદરોની ધમાચકડી જોવા લાયક છે. ઉંદરના ઝૂંડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. ઉંદરો શ્રદ્ધાળુના શરીર પર પણ કૂદાકૂદ કરે છે. પરંતુ કોઇને નુકશાન પહોંચાડતા નથી. ગીધ, સમડી અને બિલાડી જેવા અન્ય જાનવરોની બચાવવા માટે મંદિરમાં બારીક જાળીઓ ગોઠવવામાં આવી છે. ઉંદરોના કારણે કરણીદેવીનું મંદિર ચૂહેવાલા મંદિરના નામેથી વિશ્વવિખ્યાત છે.
અહીં એવી માન્યતા છે કે કોઇ શ્રદ્ધાળુને સફેદ ઉંદરના દર્શન થઇ જાય છે તો તે ખૂબ જ માનવામાં આવે છે. સવારે પાંચ વાગે મંગલા આરતી અને સાંજની સાત વાગ્યની આરતીના સમયે ઉંદરોનું સરઘસ જોવા લાયક હોય છે. મંદિરના મુખ્ય દ્રાર પર સંગેમરમરના નકશીકામને જોવા માટે પણ લોકો અહીં આવે છે. ચાંદીનું કમાડ, સોનાનું છત્ર અને ઉંદરોના પ્રસાદ માટે રાખવામાં આવેલી ચાંદીની પરાત પણ જોવા લાયક છે.
આમ તો લોકો કરણી માતાને બધા લોકો માને છે પરંતુ ચારણ જ્ઞાતિના લોકોની કુળદેવી છે કરણી માતા. કરણીમાતાને મોમાઇ, ડોકરી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
