Karnataka Viral Video: લો બોલો! મગર લઇને આ ભાઇ વીજળીઘર પહોંચ્યા, વીડિયો વાયરલ
Karnataka Viral Video: વર્તમાન સમયમાં કર્ણાટક વીજ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. જે કારણે ખેડૂતો વીજળી માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે એક ખેડૂતે અનોખી રીતે વિરોધ કર્યો હતો, જે કારણે લોકોનું ધ્યાન તેના પર આકર્ષિત થયું છે. વીજળી ન મળવા બદલ રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ખેડૂતો મગરને લઈને સીધા હુબલી વીજ પુરવઠા કંપનીના સબ-સેન્ટરમાં પહોંચી ગયા હતા. મગર દેખાતા જ વીજ કચેરીમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના કોલ્હારા તાલુકાના ખેડૂતો લાંબા સમયથી પાવર કટથી પરેશાન છે. ખેડૂતોનું કહેવું છે કે, રાત્રીના સમયે વીજળી આવતી હોવાથી તેઓ ખેતરમાં પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતા નથી, સિંચાઈ કરતા સમયે અનેક પશુઓના હુમલાનો પણ ભય રહે છે.
ખેડૂતોનું કહેવું છે કે, સિંચાઈ દરમિયાન મગર ખેતરમાં આવી જાય છે. 19 ઓક્ટોબર (ગુરુવારે) ખેડૂતો હુબલી વીજ પુરવઠા કંપની લિમિટેડની ઓફિસમાં એક મગર લઈને આવ્યા હતા. ખેડૂતોને આ મગર ખેતરોમાં રખડતો જોવા મળ્યો હતો.
જે બાદ આસપાસના ગામોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જે બાદ ખેડૂતોએ મગરને પકડીને બાંધી અને વીજ વિભાગની સ્થાનિક ઓફિસમાં લાવ્યા હતા. તેમને અધિકારીઓની સામે બેસાડીને પૂછ્યું કે, જો તેમને અંધારામાં મગર, સાપ કે વીંછી કરડે અને કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ? આ માટે વિભાગ શું પગલાં લેશે?
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ખેડૂતો ટ્રોલી પર મગર લઈને પહોંચ્યા છે અને તેને નીચે ઉતારીને ત્યાં જ રાખ્યો છે. મગરને સામે રાખતા જ વીજ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.
જે બાદ વીજ વિભાગ દ્વારા માહિતી આપતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘણી મહેનત બાદ તેમણે મગરને ખેડૂતોની પકડમાંથી મુક્ત કરી અલમાટી નદીમાં છોડી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખેડૂતોની સમસ્યાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી.
Farmers of Karnataka brought crocodile to the sub station asking officials to provide electricity. pic.twitter.com/PjgwJfbxkc
— Indian Tech & Infra (@IndianTechGuide) October 24, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
