Karnataka : સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવા દાવો કર્યો
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદનું કોકડુ ઉકેલાયા બાદ હવે કોંગ્રેસે સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. આ ક્રમમાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સિદ્ધારમૈયા ડીકે શિવકુમાર અને અન્ય નેતાઓ સાથે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા અને સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો હતો.
કોંગ્રેસ હાઈકમાન્ડની લીલી ઝંડી બાદ બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયમાં કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં CLP નેતા તરીકે સિદ્ધારમૈયાના નામને મંજૂરી આપવામાં આવી હતી.

બેઠકમાં સિદ્ધારમૈયાના નામનો પ્રસ્તાવ આરવી દેશપાંડે, એચકે પાટીલ, એમબી પાટીલ અને લક્ષ્મી હેબ્બલકરે રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂર કરાયો હતો. બેઠક બાદ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજભવન ખાતે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યુ હતું અને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો.
#Karnataka | Congress delegation, including CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar, meet Governor Thaawarchand Gehlot at Raj Bhavan to stake claim to form the Government. pic.twitter.com/6AtNxMXpcP
— ANI (@ANI) May 18, 2023
કર્ણાટકના રાજ્યપાલે મનોનીત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને કેબિનેટ સભ્યોને શપથ લેવા આમંત્રણ આપ્યું છે. શપથ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે બેંગલુરુના કાંટેરવા સ્ટેડિયમમાં યોજાશે.
Karnataka Governor Thaawarchand Gehlot invites CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar to take oath along with team members. The oath ceremony will take place at 12.30 pm on 20th May in Kanteerava Stadium, Bengaluru. https://t.co/PcquSva4no pic.twitter.com/A0uIMrBJD4
— ANI (@ANI) May 18, 2023
અહી તમને એ પણ જણાવી દઈએ કે, નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ, ઝારખંડના સીએમ હેમંત સોરેન, તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને આમંત્રણ આપ્યુ છે.
#Karnataka | Congress delegation, including CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar, meet Governor Thaawarchand Gehlot at Raj Bhavan to stake claim to form the Government. pic.twitter.com/6AtNxMXpcP
— ANI (@ANI) May 18, 2023
આ સિવાય સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમજ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને નેશનલ કોન્ફ્રસન્સના નેતા ફારૂક અબ્દુલ્લાને પણ આમંત્રણ અપાયુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
