Karnataka Result : ધર્મનિરપેક્ષ લોકો એક થાય તો બીજેપીને ઉખાડી ફેંકશે-એકે એન્ટની
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથે કરારી હાર બીજેપી માટે લાલ બત્તી સાબિત થાય તેમ છે. નફરતી ભાષણો આપીને લોકોના મત મેળવવાની બીજેપી અને પીએમ મોદીની રાજનીતિ કર્ણાટકમાં ચાલી નથી. હવે આ મુદ્દે પુર્વ કેન્દ્રિયમંત્રી એકે એન્ટનીનું નિવેદન સામે આવ્યુ છે.
કર્ણાટકમાં કોંગ્રેસે બજરંગ દળને લઈને મોટો દાવ ખેલ્યો હતો. આ દાવમાં બીજેપી બરાબર ફસાઈ છે. બજરંદ દળ પરના પ્રતિબંધને બીજેપીએ હનુમાનજીનું અપમાન ગણાવીને રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો. જો કે કર્ણાટકના લોકોએ પીએમ મોદી અને બીજેપીના આ દાવા પર કોઈ ધ્યાન આપ્યુ નથી. હવે એકે એન્ટનીએ આ મુદ્દે બીજેપીની ચુટકી લીધી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી એકે એન્ટોનીએ કર્ણાટક ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા બીજેપી પર આકરા પ્રહારો કર્યા. એકે એન્ટનીએ કહ્યું કે, જો દેશના ધર્મનિરપેક્ષ મતદારો એક થાય તો 2024માં ભાજપને સરળતાથી ઉખાડીને ફેંકી શકાય તેમ છે.
એકે એન્ટોનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કર્ણાટક ચૂંટણીનું પરિણામ નફરતની રાજનીતિ સામે બિનસાંપ્રદાયિક શક્તિઓની જીત છે. તેમણે કહ્યું કે, આ એક રીતે છે કે જો દેશના ધર્મનિરપેક્ષ મતદારો એક થાય તો તે 2024ની ચૂંટણીમાં મોદી સરકારને સરળતાથી ઉથલાવી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, દેશમાં બીજેપી દ્વારા થઈ રહેલી લોકશાહી વિરોધી ગતિવિધીઓને લઈને વિપક્ષમાં હાલ મોટી હલચલ છે અને 2024માં તમામ પાર્ટીઓ એક થઈને બીજેપીને માત આપવા મેદાનમાં ઉતરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
