કર્ણાટક મુસ્લિમ અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે, કોર્ટે અરજી સ્વીકારી
નવી દિલ્હી : એક તરફ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ સહિતના પક્ષો મુસ્લિમ અનામતને લઈને રાજનીતિ કરી રહ્યા છે તો બીજી તરફ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારીને સુનાવણી કરવા હા કહી છે.
કર્ણાટકની બીજેપી સરકારે મુસ્લિમોને મળતા 4 ટકા અનામક ક્વોટાને ખતમ કરવાની જાહેરાત કરી હતી. આ 4 ટકા અનામને વોક્કાલિગા અને લિંગાયતોને 2-2 ટકા વધારાની અનામત આપી છે. હવે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે અને સુપ્રીમ કોર્ટે અરજીનો સ્વીકાર કર્યો છે.

કર્ણાટક સરકારે નોકરી અને શિક્ષણમાં અનામત માટે બે નવી શ્રેણીની જાહેરાત કરી અને અન્ય પછાત વર્ગોમાં મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા નાબૂદ કર્યો છે. આ ચાર ટકા OBC મુસ્લિમ ક્વોટા હવે વોક્કાલિગા અને લિંગાયતોમાં વહેચી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી અનામત 57 ટકા થઈ ગઈ છે. ક્વોટા માટે પાત્ર મુસ્લિમોને હવે EDBSU એટલે કે આર્થિક રીતે નબળા વિભાગો હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે મુસ્લિમો માટે અનામત અંગેની અરજી અંગે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની રજૂઆતની નોંધ લીધી છે. સિબ્બલની દલીલો પર કહ્યું કે, અરજીમાં તમામ ખામીઓ દૂર કરવામાં આવી છે.
બીજી તરફ CJIએ કહ્યું કે પિટિશનમાં ખામીઓ સુધારવામાં આવી નથી ત્યારે કપિલ સિબ્બલે જવાબ આપ્યો કે તમામ ખામીઓ સુધારી લેવામાં આવી છે. જે પછી બેન્ચે કહ્યું ઠીક છે, અમે આ અરજીને લિસ્ટ કરીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
