કર્ણાટક વિધાન પરિષદમાં ધર્માંતરણ વિરોધી બિલ પાસ, કોંગ્રેસનું વોકઆઉટ!
કર્ણાટકમાં ધર્માંતરણ વિરોધી બિલને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી છે. આ બિલ ગુરુવારે વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પહેલા જ વિધાનસભામાં પસાર થઈ ચૂક્યું છે.
બેંગલુરુ : કર્ણાટકમાં ધર્માંતરણ વિરોધી બિલને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી છે. આ બિલ ગુરુવારે વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પહેલા જ વિધાનસભામાં પસાર થઈ ચૂક્યું છે. વિધાન પરિષદમાં આ બિલ રજૂ થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયાંક ખડગેએ ધર્માંતરણ વિરોધી બિલને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયાંકે કહ્યું કે, આ સરકાર વ્યક્તિના બંધારણીય અધિકારોને ખતમ કરવાનું કામ કરી રહી છે. આ કલમ 25 થી 28નું ઉલ્લંઘન છે. રાજ્ય સરકાર પાસે બળજબરીથી ધર્માંતરણની સંખ્યા અંગે કોઈ ડેટા નથી.
ધર્માંતરણ વિરોધી બિલ પર કર્ણાટકના કાયદા મંત્રી જેસી મધુસ્વામીએ કહ્યું કે, અમે અમારા ધર્મની રક્ષા કરી રહ્યા છીએ. બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે અમે આ બિલ લાવ્યા છીએ. અમે કોઈની સ્વતંત્રતા પર નિશાન સાધ્યું નથી.
અહીં તમને જણાવી દઈએ કે, ધર્માંતરણ વિરોધી બિલ અગાઉ ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્ર દ્વારા ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ બહુમતીના અભાવે કાઉન્સિલમાં રજૂ કરવામાં આવ્યું ન હતું. ઉપલા ગૃહમાં બિલ પેન્ડિંગ હોવાથી ભાજપ સરકારે આ વર્ષે મે મહિનામાં એક વટહુકમ દ્વારા તેને પસાર કર્યુ હતુ. શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
