છોકરીઓ બેપર્દા ફરશે તો વધી જશે આવારાપણુઃ હિજાબ બેન પર શફીકુર રહેમાન બર્ક
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના સપા સાંસદ શફીકુર્રહમાન બર્કે આ અંગે મોટુ નિવદેન આપ્યુ છે.
Karnataka Hijab Ban: કર્ણાટક હિજાબ પ્રતિબંધ કેસમાં સુપ્રીમ કોર્ટના બંને ચૂકાદામાં મતભેદના લીધો સમગ્ર મામલો મોટી બેંચ પાસે મોકલવામાં આવ્યો છે. જો કે, ચૂકાદો આવવા સુધી કર્ણાટકની સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ રહેશે. હવે આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે અને નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના સપા સાંસદ શફીકુર્રહમાન બર્કે આ અંગે મોટુ નિવદેન આપ્યુ છે.

હિજાબ પર પ્રતિબંધના મુદ્દા પર બોલતા સપા સાંસદ શફીકુર રહેમાન બર્કે કહ્યુ, 'જો હિજાબ હટાવી દેવામાં આવશે તો છોકરીઓ બેપર્દા થઈને ફરશે અને આવારાપણુ વધવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થશે. જો હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો માત્ર ઇસ્લામ જ નહિ સમાજને પણ નુકસાન થશે. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે યોગ્ય નિર્ણય લેશે. આ દરમિયાન શફીકુર રહેમાન બર્કે ભાજપ પર વાતાવરણ બગાડવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા વિશ્વ વસ્તી દિવસના અવસરે શફીકુર રહેમાન બર્કે કહ્યુ હતુ કે બાળકો માણસ નહિ પરંતુ કુદરત પેદા કરે છે.
કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચૂકાદો આપ્યો છે. જો કે જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બનેલી બેન્ચે અલગ અલગ મંતવ્યો આપ્યા હતા. આવી સ્થિતિમાં હવે આ મામલો સુપ્રીમ કોર્ટની મોટી બેંચને મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જસ્ટીસ હેમંત ગુપ્તાએ હિજાબ પ્રતિબંધ વિરુદ્ધની અરજીઓ ફગાવી દીધી હતી જ્યારે જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ હિજાબને સમર્થન આપ્યુ હતુ.












Click it and Unblock the Notifications
