Karnataka Exit Poll : Times Now-ETG ના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમત, જાણો બીજેપીને કેટલી સીટ?
કર્ણાટકમાં ચૂંટણી પુરી થયા બાદ આવી રહેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સાફ બહુમતિ મળી રહી છે. 13 મેંના રોજ પરિણામો આવશે તે પહેલા જ પોલના પરિણામો જોતા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છે. બીજી તરફ રાજ્યમાં બીજેપીને સત્તા ગુમાવવી પડી શકે છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ટાઇમ્સ નાઉ-ઇટીજી રિસર્ચ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમતી મળવાની આગાહી કરાઈ છે. આ પોલમાં પાર્ટીને વિધાનસભામાં 113 સીટો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં જેડીએસને રાજ્યમાં 23 અને અન્યને 3 બેઠકો મળવાનો અંદાજ છે.

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતદાન શાંતિપુર્ણ રીતે પુર્ણ થઈ ગયુ છે. આ ચૂંટણીમાં રાજ્યમાં મુખ્ય મુકાબલો સત્તાધારી બીજેપી અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચે છે. જેડીએસ ત્રીજી મોટી પાર્ટી છે. જેડીએસ આ વખતે કિંગ મેકર બની શકે છે.
આ વખતે કર્ણાટકમાં કુલ 5.3 કરોડ મતદારોએ 224 બેઠકો માટેના ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યુ છે. જેનો ખુલાસો 13 મેંના રોજ થશે. આમાં 2.66 કરોડ પુરૂષ અને 2.63 કરોડ મહિલા મતદારો છે. આ વખતે રાજ્યના કુલ 2,613 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં 2,427 પુરુષ અને 185 મહિલા ઉમેદવારો છે.
આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં નેતાઓએ પાર્ટી બદલતા પુરૂ ગણિત બદલાયુ છે. વર્તમાન વિધાનસભામાં ભાજપ પાસે કુલ 117 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 69 અને જેડીએસ પાસે 29 ધારાસભ્યો છે.
સંભવિત સીટો
ભાજપ : 85
કોંગ્રેસ : 113
જેડીએસ : 23
અન્ય : 3
કુલ બેઠકો : 224
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
