કર્ણાટક ચૂંટણી : કિંગ નહીં તો યેદીયુરપ્પા બનશે કિંગ મેકર?

કર્ણાટકની ચૂંટણીમાં અનેક દિગ્ગજોમી કિસ્મત અને પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ વિધાનસભા ચૂંટણી દરેક માટે મહત્વની છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણીઓ અગ્નિપરીક્ષા સમાન છે. આ વખતે દક્ષિણભારતમાં ભાજપ માટે સંગઠનનો ઝંડો લહેરાવનાર બી એસ યેદીયુરપ્પા પાર્ટીથી અલગ થઇ ગયા છે. હવે ભાજપ માટે યેદીયુરપ્પા જ મોટો પડકાર બનીને ઉભા થયા છે.
યેદીયુરપ્પાની બળવાખોરીથી ભાજપના પાયા હચમચી ગયા છે. યેદીયુરપ્પાની નવી પાર્ટી કર્ણાટક જન પક્ષે (કેજેપી)એ તમામ 224 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ પર એટલા માટે પણ સૌની નજર છે કે અહીં સૌથી મોટો મુદ્દે ભ્રષ્ટાચારનો જ છે. બંને રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે આ મુદ્દે જ એક બીજા પર કીચડ ઉછાળવામાં કોઇ કસર બાકી રાખી નથી.
ગેરકાયદેસર ઉત્ખનન અને અન્ય અનેક એવા મુદ્દા છે જેને લઇને ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે પોતાનો કાર્યકાળ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. યેદીયુરપ્પાની બગાવત ભાજપને એટલે પણ ભારે પડવાની છે કારણ કે ભાજપ વર્ષો સુધી જેને પોતાની વોટ બેંક માનતી રહી તે લિંગાયત જાતિમાંથી જ યેદીયુરપ્પા આવે છે.
જ્યારે ભાજપે યેદીયુરપ્પાને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની ના પાડી ત્યારથી જ યેદીયુરપ્પાએ ભાજપને પતનના સંકેત આપી દીધા હતા. જો કે ભાજપના નેતાઓ આ બાબતને માનવા તૈયાર નથી કારણ કે ભાજપના વર્તમાન મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર પણ લિંગાયત જાતિનું જ પ્રતિનિધિત્વ કરે છે. જો કે યેદીયુરપ્પાનો સાથ છૂટતા ભાજપને વોટબેંકનું નુકસાન સહન કરવું પડશે એ હકીકત છે.
આ મુદ્દે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે યેદીયુરપ્પા ભલે આ વખતે ફરી મુખ્યમંત્રી બની શકાય એટલા મતો નહીં મેળવી શકે, પરંતુ તેઓ આ ચૂંટણીઓમાં કિંગમેકરની ભૂમિકા તો ચોક્કસ ભજવશે. લિંગાયત જાતિના મતોનું વિભાજન ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક સાબિત થશે અને તેનો સીધો ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળી શકે છે.
બીજો એક તર્ક એમ પણ કહે છે કે કોંગ્રેસ માટે આ વખતે ફાયદો ઉઠાવવાની પૂરે પૂરી તકો છે, પરંતું કોંગ્રેસનો આંતરિક કલેહ તેને કેટલી હદ સુધી ફાયદો ઉઠાવવા દે છે તે પરિણામ આવશે પછી જ જાણવા મળશે. વિશ્લેષકો માને છે કે એક સમયે યેદીયુરપ્પા સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો હતો પણ ચૂંટણી બાદ એવી પરિસ્થિતિ પણ આવી શકે છે કે કોંગ્રેસે સરકાર બનાવવા માટે તેમનું સમર્થન લેવું પડે.
રાજકીય પરિસ્થિતિ જોતા જો કોઇ પાર્ટીને પૂર્ણ બહુમત નહીં મળે તો પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીના જનતાદળ સેક્યુલર, ભાજપના એક બગાવતી નેતા બી શામુલુના નેતૃત્વવાળી બીએસઆર કોંગ્રેસ જેવા દળોની ભૂમિકા મહત્વની બની જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
