Karnataka Election : કર્ણાટક એક્ઝિટ પોલ વિશે યેદિયુરપ્પાએ શું કહ્યું?
કર્ણાટકમાં મતદાન પુરૂ થઈ ગયુ છે. આ મતદાનમાં બીજેપી માટે સારા સંકેત નથી. એક તરફ સત્તા બચાવવા બીજેપી મેદાને છે ત્યારે બીજી તરફ આવેલા એક્ઝિટ પોલે રાજ્યમાં બીજેપી સત્તા ગુમાવી રહી હોવામા સંકેત આપ્યા છે. હવે આ મુદ્દે યેદિયુરપ્પાનું નિવેદન સામે આવ્યુ છે.
મીડિયા સાથે વાત કરતા બીજેપી વરિષ્ટ નેતા અને પુર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, મને હજુ પણ 100 ટકા ખાતરી છે કે અમે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. ત્રિશંકુ વિધાનસભા અથવા ગઠબંધન સરકારનો કોઈ પ્રશ્ન નથી પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વ અંતિમ નિર્ણય લેશે.

યેદિયુરપ્પાએ કહ્યું કે, મારો અંદાજ છે કે પાર્ટીને 115-117 સીટો મળવાની છે. હવે જેડીએસમાં જોડાવાનો પ્રશ્ન જ નથી.અહીં યેદિયુરપ્પાએ પરિણામની રાહ જોવા માટે કહ્યું.
અહીં તમને જણાવી દઈએ કે, તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ છે. પોલ ઓફ પોલમાં કોંગ્રેસને 111 સીટો મળવાની સંભાવના છે. જે બહુમતથી માત્ર 2 સીટ દુર છે. બીજી તરફ બીજેપીને અહીં માત્ર 97 સીટો જ મળી શકે છે. અહીં પરિણામો થોડા પણ ઉપર નીચે થાય તો જેડીએસ કિંગ મેકર બની શકે છે.
કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે. આમાંથી બહુમતી માટે 113ની જરૂર છે. ગઈ ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી, જેના કારણે જેડીએસ-કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી હતી. જે બાદ બીજેપીએ તોડફોડ કરીને સરકાર બનાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
