કર્ણાટક ચૂંટણી પરિણામ : કોંગ્રેસને મદદ કરવા બદલ ભાજપે યેદુરપ્પાને ઝાટક્યા

કોંગ્રેસને મળી રહેલી સફળતાને જોતા જ બી એસ યેદીયુરપ્પાની આગેવાનીવાળી પાર્ટી કર્ણાટક જનતા પક્ષ (કેજેપી)એ જાહેરાત પણ કરી દીધી છે કે રાજ્યમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. જો પરિસ્થિતિની માંગ હશે તો તેઓ કોંગ્રેસને સમર્થન આપવા માટે તૈયાર છે.
આ અગાઉ ભાજપમાંથી અલગ થયા બાદ યેદીયુરપ્પાએ એવો દાવો કર્યો હતો કે "અહીં મને સ્પષ્ટ બહુમત મળશે. અમે જ સરકાર બનાવીશું. અમે ચૂંટણીમાં એક માત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવીશું."
યેદીયુરપ્પા સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો ઘડાયા બાદ તેમની પર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે ભાજપ સાથે સંબંધ તોડીને કેજેપીમાં જોડાયા હતા. અત્યારની સ્થિતિ જોતા રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે પરિણામો બાદ યેદીયુરપ્પાનું ભાવિ હાલ તો ધુંધળું દેખાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મત ગણતરીના આરંભથી જ કોંગ્રેસ આગળ રહ્યું છે. ભાજપની સરખામણીમાં તેણે બમણી બેઠકો પણ લીડ મેળવી લીધી છે. કોંગ્રેસાના 6 ઉમેદવારોએ જીત પણ મેળવી લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
