Karnataka Election : કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી કાંટાળી છે, માત્ર બે મુખ્યમંત્રી 5 વર્ષ પુરા કરી શક્યા છે
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે બીજેપીએ પુરી તાકાત લગાવી દીધી છે. બીજેપી અહીં પોતાની સત્તા બચાવવા માંગે છે અને કર્ણાટકમાં ચાલી આવતી પરંપરાને તોડીને ઇતિહાસ રચવા માંગે છે. જો કે કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી કાંટાળી છે. અહીં માત્ર બે મુખ્યમંત્રી કાર્યકાળ પુરો કરી શક્યા છે.
બીજેપી માટે કર્ણાટક એક મહત્વનું રાજ્ય છે. બીજેપી માટે રાષ્ટ્રીય રાજનીતિમાં રહેવા આ રાજ્ય ખુબ જ મહત્વપૂર્ણ છે. બીજેપી અંહી ફતેહ કરીને તેલંગાણા અને અન્ય રાજ્યોમાં પોતાનો વિસ્તાર કરવાની યોજના આગળ વધારવા માંગે છે.

દક્ષિણ ભારતમાં કર્ણાટક એકમાત્ર રાજ્ય છે જ્યાં બીજેપીન સરકાર છે. જો બીજેપી હારે તો દક્ષિણ ભારત બીજેપી મુક્ત બની જશે. આ જ કારણ છે કે બીજેપી કોઈપણ સંજોગોમાં અહીં જીતવા માંગે છે. હવે પીએમ મોદીએ ખુદ મોરચો સંભાળ્યો છે.
કર્ણાટકમાં છેલ્લા 50 વર્ષના ઈતિહાસની વાત કરીએ તો માત્ર બે મુખ્યમંત્રી જ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા છે. 2013 અને 2018 વચ્ચે કોંગ્રેસના સિદ્ધારમૈયાએ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો.
સિદ્ધારમૈયા પહેલા દેવરાજ અર્સે 1972 થી 77ની વચ્ચે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. 1977 પછી 35 વર્ષ સુધી કોઈ પણ મુખ્યમંત્રી પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.
ત્યાંથી આગળ 1992 થી 2022 વચ્ચે કર્ણાટકમાં 15 મુખ્યમંત્રી જોવા મળ્યા. જેમાં કુમારસ્વામી બે વખત અને બીએસ યેદિયુરપ્પા ચાર વખત મુખ્યમંત્રી બન્યા. રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં 15 મુખ્યમંત્રીઓનો કાર્યકાળ જોવા મળ્યો. અહીં 30 વર્ષમાં સતત રાજકીય અસ્થિરતા જોવા મળી છે.
બીજી તરફ બીજેપીની વાત કરીએ તો અહીં 20 વર્ષમાં પાર્ટીને 7 મુખ્યમંત્રી મળ્યા. જેમાં બીએસ યેદિયુરપ્પા ચાર વખત મુખ્યમંત્રી બન્યા. સૌથી મોટી વાત એ છે કે, યેદિયુરપ્પા 4 વખત મુખ્યમંત્રી બન્યા અને 5 વર્ષ 80 દિવસ મુખ્યમંત્રી રહ્યા.
આ દરમિયાન યેદિયુરપ્પા એક વખત 7 દિવસ, એક વખચ 6 દિવસ અને અને અન્ય એક કાર્યકાળમાં 3 વર્ષ અને 67 દિવસ મુખ્યમંત્રી રહ્યા. આ સિવાય તેનો છેલ્લો કાર્યકાળ 26 જુલાઈ 2019 થી 28 જુલાઈ 2021 સુધીનો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
