Karnataka Election : મહિલાઓને ટિકિટ આપવામાં કોંગ્રેસ સૌથી પાછળ, જાણો ક્યાં પક્ષે કેટલી મહિલાઓને ટિકીટ આપી?
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો મેદાને પડ્યા છે. તમામ પાર્ટીના નેતાઓ હાલ પ્રચાર પર પુરૂ જોર લગાવી રહ્યા છે. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે એક વાત ઉડીને આંખે વળગે છે. આ વાત છે મહિલાઓને ટિકિટ આપવાની. તમામ પક્ષોને મહિલાઓને પુરતુ પ્રતિનિત્વ નથી આપ્યુ તે સાફ છે.
ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલી ઉમેદવારોની અંતિમ યાદી અનુસાર, ચૂંટણી લડવા જઈ રહેલા 2,613 ઉમેદવારોમાંથી માત્ર 185 મહિલા ઉમેદવારો અને એક અન્ય શ્રેણીમાંથી ઉમેદવાર છે. ગઈ ચૂંટણીની સરખામણીએ આ વખતે મહિલા ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થયો છે.

જૂના આંકડાઓ પર નજર કરીએ તો, 2018ની ચૂંટણીમાં કુલ 219 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી હતી જેમાંથી માત્ર 7 મહિલાઓ જીતીને વિધાનસભા પહોંચી હતી. મહિલા ઉમેદવારોની જીતના આંકડામાં ઘટાડો થતાં પક્ષોએ આ વખતે ટિકિટ આપવાનું ટાળ્યું છે. જો કે પુરી વાતમાં મહિલાઓની ઉમેદવારી ઝટપથી ઘટી રહી છે.
મહિલાઓને લઈને મોટા વચનો આપનારી કોંગ્રેસ અને બીજેપી બન્ને પ્રતિનિધિત્વની બાબતમાં ઘણી પાછળ છે. રાજનીતિમાં મહિલાઓની 33 ટકા ભાગીદારીની હિમાયત કરતી કોંગ્રેસે આ વખતે માત્ર 11 મહિલાઓને જ ટિકિટ આપી છે. 2014 અને 2019ના ચૂંટણી ઢંઢેરામાં મહિલા પ્રતિનિધિત્વ બિલની મોટી વાતો કરનારી બીજેપીએ માત્ર 12 મહિલાઓને ટિકિટ આપી છે.
કર્ણાટકની લોકલ પાર્ટી જેડીએસની સ્થિતી પણ આ બાબતમાં બહુ સારી નથી. રાજ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી જેડીએસે માત્ર 13 મહિલાઓને ટિકિટ આપી છે. જો કે બીજી પાર્ટીઓ કરતા આ પાર્ટીએ સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી છે.
2018 ની વાત કરીએ તો, કોંગ્રેસે 15 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. એ વખતે બીજેપીએ 6 મહિલા ઉમેદવારોની ટિકિટ આપી હતી. જેડીએસે સૌથી ઓછી માત્ર 4 મહિલાઓને ટિકિટ આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
