Karnataka Election : વિજયપુરા સીટ પર કોંગ્રેસને મોટો ફાયદો, જેડીએસ ઉમેદવારનું કોંગ્રેસને સમર્થન
કર્ણાટકના ચૂંટણી મેદાનમાંથી કોગ્રેસ માટે સારા સમાચાર આવ્યા છે. સત્તાધારી બીજેપીને મજબુત ટક્કર આપી રહેલી કોંગ્રેસને વિજયપુરા સીટ પર ચૂંટણી પહેલા જ મોટો ફાયદો થયો છે. અહેવાલો અનુસાર, અહીંના જેડીએસ ઉમેદવારે કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, કર્ણાટકના વિજયપુરાથી જેડીએસના ઉમેદવાર બી એચ મહાબારીએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમને કહ્યું છે કે તે ચૂંટણીમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. આ સિવાય તેમણે કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ હમીદ મુશરફને સમર્થન આપ્યું છે.

આ પગલાને લઈને કારણ આપતા ઉમેદવાર બંધનવાઝ મહાબારીએ કારણ તરીકે પાયાના પક્ષના કાર્યકરો અને સંગઠનના અભાવને ગણાવ્યો. હવે તે આ ચૂંટણીમાં જોર નહીં લગાવે, તેમના આ પગલાથી કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે.
મીડિયા સાથે વાત કરતા મહાબારીએ ચૂંટણી ન લડવાના નિર્ણયની જાહેરાત કરતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે, બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે લડાઈ ચાલી રહી છે અને ખરાબ રીતે હારવા કરતાં નિવૃત્તિ લેવી વધુ સારી રહેશે. આમ વિચારીને તેમણે મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.
ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ મહાબારીએ 3-4 દિવસ મતવિસ્તારમાં પ્રચાર પણ કર્યો. તેમણે કહ્યું કે તેમને બીજાપુર સિટી મતવિસ્તારમાં જેડીએસ માટે કોઈ સમર્થન મળ્યું નથી. મારા માટે હારવા કરતાં સ્પર્ધામાંથી નિવૃત્તિ જાહેર કરવી વધુ સારી રહેશે.
ઉમેદવાર મહાબારીએ કહ્યું કે, તે 40 વર્ષથી જેડીએસ પરિવાર સાથે છે અને 2008માં ચૂંટણી લડ્યા પરંતુ ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યા હતા. તેમણે મતવિસ્તારમાં જેડીએસને બરબાદ કરવા બદલ ધારાસભ્ય બાસબગૌડા પાટીલ યતનાલને દોષી ઠેરવ્યા. અહીં તેમને કોઈપણ દબાણનો ઇનકાર કર્યો અને કહ્યું હતું કે તેમણે પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધો છે.
અહીં તેમને પાર્ટી પર પણ સવાલ કર્યા અને કહ્યુ કે, મારા નિર્ણયથી પાર્ટી અને હાઈકમાન્ડ માટે શરમજનક સ્થિતિ સર્જાઈ છે. હું પાર્ટીના નેતાઓ એચડી દેવગૌડા અને એચડી કુમારસ્વામીને મારા નિર્ણય વિશે સમજાવીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
