Karnataka election : કોંગ્રેસ ઉમેદવારના ભાઈના ઘરે IT ના દરોડા, 1 કરોડ રોકડા મળી આવ્યા
કર્ણાટક હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આઈટી વિભાગે મોટી કાર્યવાહી કરતા મોટી રોકડ જપ્ત કરી છે. અહેવાલો અનુસાર, આઈટી વિભાગની કાર્યવાહીમાં એક ઝાડ છુપાયેલા એક કરોડ રોકડા મળી આવ્યા છે.
કર્ણાટક ચૂંટણીમાં મત મેળવવા માટે રૂપિયાનો ખેલ સામે આવી રહ્યો છે. આચારસંહિતાનો ભંગ કરીને ચૂંટણીમાં બ્લેક મનીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઈલેક્શન કમિશન ધ્યાન રાખી રહ્યુ હોવા છત્તા પણ ઉમેદવારો બ્લેક મનીનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આઈટી વિભાગે કોંગ્રેસ ઉમેદવારના ભાઈના ઘરે દરોડા કરીને એક કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.

IT વિભાગે મૈસુરથી કોંગ્રેસના ઉમેદવાર અશોક કુમાર રાયના ભાઈ સુબ્રહ્મણ્ય રાયના મૈસુરના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દરોડા પાડવા આવેલા IT વિભાગના અધિકારીઓને આ પૈસા ઝાડ પર જોવા મળ્યા હતા. એક કરોડ રૂપિયાની રોકડ એક ઝાડ પર એક બોક્સમાં સંતાડીને રાખવામાં આવી હતી. આ ઝાડ તેના બગીચા વચ્ચે આવેલું છે.
IT વિભાગને આ અંગે એક સૂચના મળી હતી, જેના આધારે IT અધિકારીઓએ સુબ્રહ્મણ્યના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને કેમ્પસ પરિસરમાં ઝાડમાં છુપાવેલી રોકડના ઘણા બોક્સ જપ્ત કર્યા હતા.
સુબ્રહ્મણ્ય કોંગ્રેસના ઉમેદવાર અશોક કુમાર રાયના ભાઈ છે અને દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તુરથી ચૂંટણી લડી રહ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ હજુ સુધી દરોડા દરમિયાન જપ્ત કરાયેલી રકમનો ખુલાસો કર્યો નથી.












Click it and Unblock the Notifications
