Karnataka Election: કર્ણાટક ચૂંટણીની તારીખો જાહેર, 10 મેએ થશે મતદાન, 13 મેંએ પરિણામ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બુધવારે સવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ વખતે રાજ્યમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જે અંતર્ગત 10 મેના રોજ મતદાન થશે. આ પછી 13 મેના રોજ મતગણતરી થશે. આ જાહેરાત સાથે કર્ણાટકમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.

કર્ણાટકમાં 58282 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં એવું લાગતું હતું કે ચૂંટણી બે તબક્કામાં થશે, પરંતુ એવું થયું નહીં. ચૂંટણી પંચે તમામ બેઠકો માટે એકસાથે મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. આ માટે પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સાથે સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવાનો પ્રયાસ કરશે. આ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ છે ચૂંટણી સંબંધિત મહત્વની તારીખો-
- 13 એપ્રિલ: કર્ણાટક ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે
- 20 એપ્રિલ: ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ
- 21 એપ્રિલ: ઉમેદવારી પત્રોની ચકાસણી
- 24 એપ્રિલ: નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ
- 10 મે: એક જ તબક્કામાં તમામ 224 બેઠકો માટે મતદાન
- 13 મે: મત ગણતરી
અગાઉની ચૂંટણીનુ પરિણામ શું હતું?
કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2018ના પરિણામમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. જો કે, ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ પછી કોંગ્રેસે 80 અને જેડીએસે 37 સીટો કબજે કરી હતી. શરૂઆતમાં ભાજપે સરકાર બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ કામ ન થયું. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન જીત્યું. આ ગઠબંધનમાં એચડી કુમારસ્વામીને સીએમની ખુરશી મળી હતી.
કુમારસ્વામી લાંબા સમય સુધી સરકાર ચલાવી શક્યા ન હતા. એક વર્ષ પછી, ભાજપે સરકાર બનાવવાનો દાવો કર્યો અને બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા. બાદમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આ સાથે બસવરાજ બોમાઈએ સીએમ પદ સંભાળ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
