Karnataka election : કોંગ્રેસે મેનિફેસ્ટોમાં બજરંગ દળની સરખામણી PFI સાથે કરી, જાણો શું કહ્યું બીજેપીએ?
કર્ણાટકમાં હાલ ચૂંટણી પ્રચાર ચરમ પર છે. તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે મેદાને પડી છે. હાલ બીજેપી અને કોંગ્રેસ બન્નેએ પોતાના મેનિફેસ્ટો જાહેર કરીને મતદારોને લોભાવવા માટે પુરા પ્રયાસ કર્યા છે. જો કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં બજરંગ દળની તુલના પીએફઆઈ સાથે કરાતા વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા મંગળવારે ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો. આ ઢંઢેરામાં કોંગ્રેસે કર્ણાટકની જનતાને કેટલાક વચનો આપ્યા છે. આ સાથે કોંગ્રેસે ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ મુકવાની પણ વાત કરી છે.

કોંગ્રેસે આ સંગઠનોને દુશ્મનાવટ કે નફરતને પ્રોત્સાહન આપતા ગણાવીને તેમના પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે. કોંગ્રેસના આ પગલા બાદ બીજેપી હમલાવર જોવા મળી રહી છે. આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વાએ બજરંગ દળને ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે સરખાવાતા કોંગ્રેસ પર પ્રહાર કરતા જોવા મળ્યા છે.
આસામના મુખ્યમંત્રી અને બીજેપી નેતા હિમંતા શર્માએ કહ્યું કે, PFI પર પહેલાથી જ પ્રતિબંધ છે. સિદ્ધારમૈયા સરકારે પીએફઆઈના કેસ પાછા લીધા તેથી તે કહી રહ્યા છે કે તેઓ મુસ્લિમોને ખુશ કરવા બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ કહી રહી છે કે પીએફઆઈ એમ ન કહી શકે કે અમે બદલો લઈશું. કોંગ્રેસનો મેનિફેસ્ટો પીએફઆઈ અને કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનોના મેનિફેસ્ટોને મળતો આવે છે.
કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે, અમે આવા કોઈપણ સંગઠન પર પ્રતિબંધ સહિત કાયદા મુજબ નિર્ણાયક પગલાં લઈશું. કોંગ્રેસે કહ્યું કે, કાયદો અને બંધારણ પવિત્ર છે અને બહુમતી અથવા લઘુમતી સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અથવા નફરતને પ્રોત્સાહન આપતી બજરંગ દળ, PFI જેવી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા તેનું ઉલ્લંઘન કરી શકે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
