Karnataka Election : કોંગ્રેસે વધુ 42 ઉમેદવાર જાહેર કર્યા, યાદીમાં ઘણા બાગી નેતાના નામ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર વચ્ચે બીજેપીને ઉમેદવારોના નામ નક્કી કરવામાં ફાંફા પડી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં વધુ 42 લોકોના નામ જાહેર કરાયા છે. આ પહેલા પાર્ટી 124 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુકી છે. કોંગ્રેસના આ લિસ્ટમાં ઘણા ચૌકાવનારા નામ પણ છે.

કોંગ્રેસની નવી યાદીમાં બળવાખોર નેતાઓ પર વિશ્વાસ મુકાયો છે. આ યાદીમાં કુલ 42 ઉમેદવારો છે તેમાંથી પાર્ટીએ ભાજપ છોડીને આવેલા 3 અને જેડીએસમાંથી કોંગ્રેસમાં જોડાયેલા એક નેતાને ટિકિટ આપી છે. કોંગ્રેસે ભાજપના પૂર્વ MLC બાબુરાવ ચિંચનસુરને ગુરમિતકલથી મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય ભીમસેન બી ચિમન્નકટ્ટીને બાદામીથી ટિકિટ આપી છે. અહીંથી 20218માં પુર્વ સીએમ સિદ્ધારમૈયા ઉમેદવાર હતા.
આ સિવાય હુલ્લાપ્પા વાય મેટી બાગલકોટથી, પી રવિકુમાર માંડ્યાથી અને એઆર કૃષ્ણ મૂર્તિ કોલેગલથી ચૂંટણી લડશે. આ લિસ્ટમાં સામેલ અન્ય નામોમાં બાદસાહેબ ડી પાટીલને કિત્તુરથી, રામાપ્પા બલપ્પા તિમ્માપુરને મુધોલથી, અબ્દુલ હમીદ કાઝાસાહેબ મુશરફને બીજાપુર શહેરથી, વી રઘુનાથ નાયડુને પદ્મનાભ નગરથી, કેશવ રાજન્ના બીને યેલહંકાથી અને એસ બલરાજ ગૌડાને યશવંતપુરાથી ટિકિટ અપાઈ છે.
Congress releases second list of 42 candidates for Karnataka Assembly elections pic.twitter.com/wzpumgNTf3
— ANI (@ANI) April 6, 2023
આ પહેલા પહેલી યાદીમાં વરુણથી સિદ્ધારમૈયા, કનકપુરાથી ડીકે શિવકુમાર, કોરાટાગેરેથી જી પરમેશ્વર, બાબલેશ્વરથી એમબી બાટિલને પ્રથમ યાદીમાં ટિકિટ મળી હતી. પાર્ટીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેને ચિતાપુરથી મેદાનમાં ઉતાર્યા છે.
ઉમેદવારોની જાહેરાત વચ્ચે અદાણીને લઈને હંગામો અને લોકસભા સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી 9 એપ્રિલે કોલારમાં જાહેર સભા કરશે. એ જ જગ્યા છે જ્યાં 2019માં તેમણે મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ માટે તેમને બે વર્ષની સજા થઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
