Karnataka election : 8 એપ્રિલ બાદ જ બીજેપી ઉમેદવારોની યાદી જાહેર કરશે, જાણો કેમ?
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. આ સાથે વિવિધ પાર્ટીઓ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી રહી છે. અહીં બીજેપી રાજ્યના દરેક મતવિસ્તારમાંથી એવા ઉમેદવારોને લાવવાનો પ્રયાસ કરી રહી છે જે વિપક્ષી પાર્ટીને જંગી મતોથી હરાવી શકે અને ભાજપને સતત બીજી વખત સરકાર બનાવવામાં મદદ કરી શકે.
હવે બીજેપી ઉમેદવારો બાબતે તમામ રીતે ખાતરી કરવા માંગે છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ખુલાસો કર્યો છે કે, ચૂંટણી માટે ઉમેદવારોની અંતિમ યાદી ક્યારે જાહેર થઈ શકે છે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, રાજ્યમાં ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપવા માટે બીજેપી સંસદીય બોર્ડ 8 એપ્રિલે મળી શકે છે.

મુખ્યમંત્રી બોમ્મઈએ જણાવ્યુ કે, શાસક પક્ષ ભાજપ પાસે પહેલાથી જ રાજ્યના દરેક મતવિસ્તારનો સર્વે રિપોર્ટ છે પરંતુ શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારો પર દરેક જિલ્લા કોર કમિટિનો અભિપ્રાય મંગાયો છે. તેમણે જણાવ્યુ કે, અમે મંગળવારે રાજ્ય કોર કમિટીની બેઠક દરમિયાન જિલ્લા સમિતિઓ દ્વારા સૂચવવામાં આવેલા નામો પર ચર્ચા કરીશું અને પછી તે કેન્દ્રીય સંસદીય બોર્ડને મોકલાશે.
તેમણે જણાવ્યુ કે, સંસદીય બોર્ડની બેઠક 8 એપ્રિલે થવાની સંભાવના છે. અહીં ચર્ચા કર્યા પછી નામો નક્કી કરવામાં આવશે. જણાવી દઈએ કે, સંસદીય બોર્ડ બીજેપીની નિર્ણય લેતી સંસ્થા છે. કર્ણાટક ભાજપના દિગ્ગજ અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા બોર્ડના સભ્ય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
