Karnataka CM : ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયામાં કોનું પલ્લું ભારે? જાણો બન્નેની તાકાત અન કમજોરી?
કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને સતત અટકળો ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોએ એક લાઈનનો ઠરાવ પસાર કરીને નિર્ણય મલ્લિકાર્જુન ખડગે પણ છોડ્યો છો બીજી તરફ બે દિગ્ગજ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે ખુરશી માટે ખેંચતાણ હોવાના પણ અહેવાલ છે.
કોંગ્રેસ હાઈકમાન્ટ કર્ણાટકમાં વિચારીને પગલા ભરી રહી છે. 2024ની લોકસભા ચૂંટણી માથા પર છે ત્યારે હવે કોંગ્રેસ નથી ઈચ્છતી કોઈ આંતરીક વિવાદ થાય. હવે કોગ્રેસ તમામ વિરોધોને શાંત કરીને એક ચહેરા પર પસંદગી ઉતારવા માટે વિચારણા કરી રહી છે.

કોંગ્રેસના બન્ને દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાની જીતમાં મોટી ભુમિકા રહી છે. બન્ને પોતાના લેવલે રાજનીતિના માહીર ખેલાડીઓ છે. આ સંજોગોમાં હવે બન્નેમાંથી કોને મુખ્યમંત્રી બનાવવા તે કઠીન નિર્ણય છે. બન્નેના ખાતામાં કેટલીક સારી તો કેટલીક ખરાબ બાબતો પણ છે.
ડીકે શિવકુમાર એક્શનમાં
કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે ત્યારે રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત પહેલા જ ડીકે શિવકુમારે કહ્યું કે, મેં હંમેશા પાર્ટી માટે બલિદાન આપ્યું છે. તેણે કહ્યું કે મારે જે કરવું હતું તે કર્યું છે, હું દિલ્હી નથી જઈ રહ્યો, આજે મારો જન્મદિવસ છે, ઘરે પૂજા છે અને મંદિર જઈશ.
આ બાબતો શિવકુમારની તરફેણમાં છે
ડીકે શિવકુમારને કોંગ્રેસના મહત્વના રણનીતિકાર મનાય છે. તેમણે રાજ્યમાં કોંગ્રેસની જીત માટે જે રીતે રસ્તો તૈયાર કર્યો અને પોતે જમીન પર કામ કર્યું તે સ્થિતી તેમના પક્ષમાં છે. આ સિવાય યુવા નેતાઓમાં તેમની સારી પકડ છે. નવા ચૂંટાયેલા મોટાભાગના ધારાસભ્યો ડીકે શિવકુમારની તરફેણમાં છે. ડીકે શિવકુમાર કેન્દ્રીય નેતૃત્વના નજીકના નેતા મનાય છે.
આ બાબતો સિદ્ધારમૈયાની તરફેણમાં છે
તે પાર્ટીના વિશ્વાસુ નેતા છે અને રાજ્યમાં ખૂબ જ લોકપ્રિય છે. સિદ્ધારમૈયા ભીડને પોતાની તરફ ખેંચવામાં સક્ષમ છે. સિદ્ધારમૈયા કુરુબ સમુદાયમાંથી આવે છે અને સમુદાયના મહાન મોટા નેતા મનાય છે. તેમની પાસે રાજ્ય સરકાર ચલાવવાનો મોટો અનુભવ છે અને સૌથી વરિષ્ઠ નેતા છે.
સિદ્ધારમૈયાની કમજોરી
સિદ્ધારમૈયા પર કુરુબા સમુદાયને વધારે પડતું સમર્થન કરવાનો આરોપ લાગ્યો છે. આ સિવાય રાજ્યના હિન્દુત્વવાદી સંગઠનોએ સિદ્ધારમૈયાનો વિરોધ કર્યો છે
ડીકે શિવકુમારની નબળાઈ
ડીકે શિવકુમાર ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં જઈ ચુક્યા છે. આ સિવાય ડીકે શિવકુમારની લોકપ્રિયતા માત્ર શહેરી વિસ્તારમાં જ છે.
પ્રથમ પરિસ્થિતિ
કોંગ્રેસ પાર્ટી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની છાવણીમાં કોઈ અસંતોષ ન રહે તે સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. આ માટે પાર્ટી દ્વારા બંને નેતાઓને 2 અને 3 વર્ષ માટે મુખ્યમંત્રી પદની ખુરશીની ઓફર કરવામાં આવી છે. પરંતુ ડીકે શિવકુમાર આ વાત સાથે સહમત નથી.
બીજી પરિસ્થિતિ
બીજી સ્થિતિ એ છે તે એ છે કે કોંગ્રેસ પાર્ટી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ આપશે અને ડીકે શિવકુમાર આ પદની રેસમાંથી ખસી જશે. પરંતુ શિવકુમારે જે પ્રકારનું વલણ દાખવ્યું છે, તે જોતા આ થતું હોય તેવું લાગતું નથી. શિવકુમાર આ વખતે સમાધાનકારી મૂડમાં નથી દેખાઈ રહ્યા.
ત્રીજી પરિસ્થિતી
કોંગ્રેસ પાર્ટીએ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવે. જો કે ડીકે કેમ્પના ધારાસભ્યો તેનો વિરોધ કરી શકે છે અને ડીકેને સીએમ બનાવવાની માંગ કરી શકે છે. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ડીકેની તરફેણમાં ધારાસભ્યોની સંખ્યા વધુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
