Karnataka CM : દિલ્હી જતા પહેલા ડીકે શિવકુમારનું મોટુ નિવેદન, જાણો મુખ્યમંત્રી પદને લઈને શું કહ્યું?
બીજેપીને ખરાબ રીતે હરાવીને કોંગ્રેસે હવે સરકાર બનાવવા માટે કવાયત તેજ કરી છે. આ કવાયત વચ્ચે અહેવાલો આવી રહ્યા છે કે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણ વચ્ચે ડીકે શિવકુમારનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.
કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય કરવા માટે કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગેને સત્તા આપી છેે. જો કે બીજી તરફ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર ચાલી રહ્યું છે. હવે બન્ને નેતાઓ દિલ્હી પહોંચીને હાઈ કમાન્ટ સાથે બેઠક કરશે.

સીએમ પદના પ્રબળ દાવેદાર મનાતા ડીકે શિવકુમારનો રવિવારે જન્મદિવસ છે. આ સ્થિતિ હવે તેમના સમર્થકોને અપેક્ષા છે કે તેમને બર્થડે ગિફ્ટ મળશે. હવે દિલ્હી જતા પહેલા તેમણે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, અમે સિંગલ લાઇનનો ઠરાવ પસાર કર્યો છે. મારા નેતૃત્વમાં અમારી પાસે 135 ધારાસભ્યો છે જે તમામે સર્વસંમતિથી મામલો પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે.
સીએમના નિર્ણય મુદ્દે શિવકુમારે કહ્યું કે, મારો ઉદ્દેશ્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કર્ણાટકની સેવા કરવાનો છે. તેમણે આગળ કહ્યું કે, હું એક વાતમાં માનું છું કે સાહસિક વ્યક્તિ બહુમત બનાવે છે. મેં તે સાબિત કરી દીધું છે. છેલ્લા પાંચ વર્ષમાં શું થયું છે તે હું જાહેર કરવા માંગતો નથી. હું તમને તેના વિશે ભવિષ્યમાં જણાવીશ.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં કોંગ્રેસે ઐતિહાસિક જીત મેળવી છે. કોંગ્રેસ કુલ 224 બેઠકોમાંથી 135 બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે. અહીં બીજેપીને માત્ર 66 બેઠકો મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
