Karnataka Cabinet Expansion: સિદ્ધારમૈયાની કેબિનેટમાં સામેલ થયા વધુ 24 મંત્રી, કોંગ્રેસ જાતિ પણ જણાવી
Karnataka Cabinet Expansion: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી કરતાં ઘણી વધુ 135 બેઠકો જીતનાર કોંગ્રેસે રાજ્યની કમાન સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લીધી છે. એક અઠવાડિયા પહેલા શનિવારે સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ડીકે શિવકુમારે ઉપ મુખ્યમંત્રી તરીકે અને આઠ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
બીજી તરફ એક સપ્તાહ બાદ આજે શનિવારે વધુ 24 ધારાસભ્યોને સિદ્ધારમૈયાની કેબિનેટમાં સામેલ કરીને મંત્રી બનાવવામાં આવ્યા છે. શનિવારે 24 નવા મંત્રીઓએ શપથ લીધા. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસે કર્ણાટક સરકારના મંત્રીઓના નામની યાદી જાહેર કરી છે, જેની સાથે તેમની જ્ઞાતિ વિશે પણ માહિતી આપી છે.

સિદ્ધારમૈયાની કેબિનેટમાં સામેલ થયેલા 24 મંત્રીઓમાંથી છ લિંગાયત અને ચાર વોક્કાલિગા સમુદાયના છે, જ્યારે ત્રણ ધારાસભ્યો અનુસૂચિત જાતિના અને બે અનુસૂચિત જનજાતિના છે. જે પાંચ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે તેઓ કુરુબા, રાજુ, મરાઠા, એડિગા અને મોગાવીર નામના પછાત સમુદાયના છે. અને સિદ્ધારમૈયાના કર કેબિનેટમાં માત્ર એક જ બ્રાહ્મણ છે, જે દિનેશ ગુંડુ રાવ છે.
ક્રિષ્ના બાયરેગૌડા, કે વેંકટેશ, દિનેશ ગુંડુ રાવ, એચસી મહાદેવપ્પા, કેએન રાજન્ના અને રહીમ ખાન સિદ્ધારમૈયાના નજીકના લોકોમાં ગણાય છે. જ્યારે લક્ષ્મી હેબ્બલકર મધુ બંગરપ્પા, ડી સુધાકર, ચેતુવરાય સ્વામી, માનકુલ વૈદ્ય અને એસી સુધાકર ઉપ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ધારાસભ્યના નજીકના છે.
એચ કે પાટીલ, કૃષ્ણા બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, એચસી મહાદેવપ્પા, કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈશ્વર ખંડ્રે અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે શનિવારે સિદ્ધારમૈયા કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા.
તેમના સિવાય ક્યાથાસંદ્રા એન રાજન્ના, શરણબસપ્પા દર્શનાપુર, શિવાનંદ પાટીલ, રામાપ્પા બલપ્પા તિમ્માપુર, એસએસ મલ્લિકાર્જુન, શિવરાજ સંગપ્પા તંગદગી, શરણપ્રકાશ રુદ્રપ્પા પાટીલ, મંકલ વૈદ્ય, લક્ષ્મી હેબ્બલકર, રહીમ ખાન, ડી સુધાકર, સંતોષ લાડ, એનએસ બોસરાજૂ, સુરેશા બી એસ, મધુ બંગરપ્પા, એમસી સુધાકર અને બી નાગેન્દ્ર આજે શપથ લઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
