Siddaramaiah cabinet: સિદ્ધારમૈયાને મળશે પૂર્ણ મંત્રીમંડળ, કર્ણાટકના 24 મંત્રી આજે લેશે શપથ
Karnataka 24 ministers sworn in today: મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર તેમજ આઠ મંત્રીઓએ શપથ લીધાના એક અઠવાડિયા પછી કર્ણાટકને શનિવારે (27 મે)ના રોજ પૂર્ણ કેબિનેટ મળશે. કર્ણાટકના 24 મંત્રીઓ આજે શપથ લેશે.
કોંગ્રેસે 26 મે, શુક્રવારે મોડી રાત્રે 24 વધુ મંત્રીઓના નામની જાહેરાત કરી, કેબિનેટની સંખ્યા 34 થઈ ગઈ. નવા 24 મંત્રીઓમાંથી છ લિંગાયત સમુદાયના, ચાર વોકાલિંગા સમુદાયના, ત્રણ અનુસૂચિત જાતિના, બે અનુસૂચિત જનજાતિમાંથી અને પાંચ અન્ય પછાત વર્ગના છે. સૂચિમાં મુસ્લિમ, જૈન, બ્રાહ્મણ અને નામધારી રેડ્ડી સમુદાયના એક-એક પ્રતિનિધિ છે. કેબિનેટમાં માત્ર એક મહિલા છે.

સિદ્ધારમૈયા, શિવકુમાર અને દિલ્હીમાં કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે ચાર દિવસની તીવ્ર ચર્ચા બાદ નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વિવિધ જાતિ, પ્રદેશો અને વફાદાર નેતાઓની આકાંક્ષાઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સામેલ થનાર મંત્રીઓની યાદીમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી એચ.કે. પાટિલ પણ સામેલ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રભાવશાળી નેતા અને સુગર બેરોન રમેશ જરકીહોલીના વિરોધ છતાં બેલગવીથી જીતનાર લક્ષ્મી હેબ્બાલકર એકમાત્ર મહિલા મંત્રી બનવાની તૈયારીમાં છે.
દલિત નેતા અને સિદ્ધારમૈયાના નજીકના સહયોગી એચસી મહાદેવપ્પા પણ આ યાદીમાં સામેલ છે. પૂર્વ મુખ્યમંત્રી એસ બંગરપ્પાના પુત્ર મધુ બંગરપ્પા પણ આ યાદીમાં સામેલ છે. વોકાલિંગા નેતા કૃષ્ણા બાયરેગૌડા અને રહીમ ખાન પણ આજે શપથ લેશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી-2023માં કોંગ્રેસે 224માંથી 135 બેઠકો જીતી છે.
શનિવારે શપથ લેનારા ધારાસભ્યોની યાદીમાં દિનેશ ગુંડુ રાવ, ક્રિષ્ના બાયરે ગૌડા, ઈશ્વર ખંડ્રે, રહીમ ખાન, સંતોષ લાડ, કેએન રાજન્ના, કે વેંકટેશ, એચસી મહાદેવપ્પા, બૈરથી સુરેશ, શિવરાજ તાંગડી, આરબી ટિમ્મપુર, બી નાગેન્દ્ર, લક્ષ્મી હેબ્બલકર, મધુ બંગરપ્પા, ડી સુધાકર, ચેલુવરાય સ્વામી, મનકુલ વૈદ્ય, એમસી સુધાકર, એચ કે પાટીલ, શરણપ્રકાશ પાટીલ, શિવાનંદ પાટીલ, એસએસ મલ્લિકાર્જુન, શરણબસપ્પા દર્શનપુરા અને એનએસ બોસેરાજુનો સમાવેશ થાય છે. .
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
