Karnataka : મતદારો મત ન આપે તો દાદાગીરી કરવાની? બીજેપી ઉમેદવારે હારી જતા મુસ્લિમોને ધમકી આપી
કર્ણાટકમાં ભુંડી હાર બાદ પણ બીજેપીના નેતાઓ તેની હરકતોથી બાઝ નથી આવી રહ્યા. કર્ણાટકના લોકોએ જાકારો આપ્યા બાદ હવે બીજેપીના એક નેતા ધમકી આપવા પર ઉતરી આવ્યા છે. આ નેતાએ લોકોએ મત ન આપતા મતદારોને ધમકી આપી છે.
કર્ણાટકની હાસન વિધાનસભા સીટ પરથી બીજેપીના ઉમેદવાર પુર્વ ધારાસભ્ય પ્રીતમ ગૌડા ચૂંટણી લડ્યા હતા. જો કે લોકોને તેમનો છેલ્લા પાંચ વર્ષનો કાર્યકાળ પસંદ ન આવ્યો અને તેમને હરાવીને ધરભેગા કરી દીધા. હવે નેતાજી મતદારોને ધમકી આપતા ફરી રહ્યા છે.

સમાચારો અનુસાર, હવે હાર્યા બાદ હવે પ્રીતમ ગૌડાએ મુસ્લિમ સમુદાયને આડકતરી ધમકી આપી છે. હાસન સિટી મતવિસ્તારના પૂર્વ બીજેપી ધારાસભ્ય પ્રીતમ ગૌડાએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જનતા દળના ઉમેદવાર એચપી સ્વરૂપ સામેની હાર માટે મુસ્લિમ મતદારોને જવાબદાર ઠેરવ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં પ્રીતમ ગૌડા મુસ્લિમ સમુદાયને ધમકી આપતા અને કથિત રીતે કહેતા સાંભળી શકાય છે કે તે તેમની શક્તિ બતાવશે.
એક વાયરલ વીડિયોમાં ગૌડા કોઈનું નામ લીધા વિના કહી રહ્યા છે કે મેં પાંચ વર્ષ કામ કર્યું છે જ્યારે અન્ય લોકો સૂતા હતા. પરંતુ તે એક સમુદાયના લોકોએ અમને બનાવ્યા છે. આવનારા દિવસોમાં બતાવીશું કે અમે શું છીએ, મેં પ્રેમ અને વિશ્વાસ સાથે તમામ સમાજને સાથે લેવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો.
જો કે આ પહેલી વખત નથી, નેતાજીનો જુનો રેકોર્ડ પણ આવી જ હરકતોથી ભરેલો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં પ્રીતમ ગૌંડા મુસ્લિમ મતદારોને મત આપવા માટે ધમકી આપતા જોવા મળ્યા હતા.
આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, જો તે વોટ નહીં આપે તો તે તેમના માટે કામ નહીં કરે. તેમણે કહ્યું કે તે મુસ્લિમો સાથે પ્રેમ અને લાગણીથી વર્તે છે પરંતુ સમુદાય તેમને છોડી દીધા છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં JDS ધારાસભ્ય એચપી સ્વરૂપે હાસન સીટ પર પુર્વ ધારાસભ્ય પ્રિતમ ગૌડાને 7854 મતોથી હરાવ્યા છે. આ વિસ્તારને જેડીએસનો ગઢ માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
