તમે મંચ પરથી બોલી રહ્યા હતા ત્યારે લોકો હસતા હતાઃ પ્રકાશ રાજ
ફરીથી એકવાર જાણીતા અભિનેતા અને કાર્યકર્તા પ્રકાશ રાજે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યુ છે.
ફરીથી એકવાર જાણીતા અભિનેતા અને કાર્યકર્તા પ્રકાશ રાજે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યુ છે. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મંચ પરથી બોલી રહ્યા હતા તે દરમિયાન લોકો તેમના પર હસી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં કર્ણાટકના પ્રવાસે છે, તેમણે 1 મે ના રોજ ત્રણ રેલીઓ કરી, આમાંની જ એક રેલીને જ્યારે તેઓ સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો બહુ જ અવાજ કરી રહ્યા હતા અને હસતા હતા. બસ આ જ વાતને લઈને આ અભિનેતાએ પીએમ પર નિશાન તાક્યુ.

પ્રકાશ રાજે પીએમ મોદી પર સાધ્યુ નિશાન
આ અનુસંધાનમાં પ્રકાશ રાજે એક ટ્વીટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ડિયર મોદીજી, આજે જ્યારે આપ કર્ણાટકમાં સ્ટેજ પર ઉભા હતા ત્યારે તમે શું લોકોને તમારા પર હસતા જોયા હતા.
|
પ્રકાશ રાજે કર્યો તીખો સવાલ
તમે બે વિધાનસભા ક્ષેત્રોમાંથી ચૂંટણી લડવા મામલે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર કટાક્ષ કર્યો પરંતુ તમે પોતે પણ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી. સારુ એ તો કહો કે તમે વિકાસના નામ પર વોટ ક્યારે માંગશો? માત્ર પૂછી રહ્યો છું.

ભાજપ તો કેન્સર બની ગયુ છે
ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલી વાર નથી કે જ્યારે પ્રકાશ રાજે આવી રીતે પીએમ મોદી પર નિશાન તાક્યુ હોય. આ પહેલા પર ઘણી વાર પ્રકાશ રાજે પીએમ મોદી, અમિત શાહ અને ભાજપ પર કટાક્ષ કર્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે હાલમાં જ કર્ણાટકવાસીઓને વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વોટ ન આપવાની અપીલ કરી હતી. તેમણે પક્ષની તુલના કેન્સરની બિમારી સાથે કરી હતી.

12 મે એ કર્ણાટકમાં ચૂંટણી
તેમને જણાવી દઈએ કે 224 સભ્યોની વિધાનસભા બેઠકવાળા કર્ણાટક રાજ્યમાં 12 મે ના રોજ ચૂંટણી છે, પરિણામ 15 મે ને રોજ આવશે. પ્રચાર-પ્રસાર અને જનસંપર્કની જવાબદારી પ્રધાનમંત્રી પોતે સંભાળી રહ્યા છે એટલા માટે જ તેઓ હાલમાં કર્ણાટકના પ્રવાસે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
