મેથ્સના ક્લાસમાં ‘લવ રિલેશન' ભણાવવા લાગ્યા પ્રોફેસર, વીડિયો વાયરસ
ગણિત ભણવુ કે ભણાવવુ એટલુ બોરિંગ ન હોઈ શકે જો આ વિષયને કરનાલ ગવર્નમેન્ટ ગર્લ્સ કોલેજના પ્રોફેસર ચરણ સિંહની જેમ ભણાવવામાં આવે.
ગણિત ભણવુ કે ભણાવવુ એટલુ બોરિંગ ન હોઈ શકે જો આ વિષયને કરનાલ ગવર્નમેન્ટ ગર્લ્સ કોલેજના પ્રોફેસર ચરણ સિંહની જેમ ભણાવવામાં આવે. વાસ્તવમાં આ પ્રોફેસર ગણિતના ક્લાસમાં લવ રિલેશન ભણાવી રહ્યા હતા જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. બી કોમના સ્ટુડન્ટ્સ દ્વારા આ 'લવ રિલેશન ક્લાસ'નો વીડિયો બનાવવામાં આવ્યો છે જેમાં સહાયક પ્રોફેસર ચરણ સિંહ કથિત રીતે છાત્રાઓને લવ રિલેશન સમજાવી રહ્યા છે.

દોસ્તી, આકર્ષણ અને પ્રેમ વચ્ચેનું અંતર સમજાવી
જ્યારે પ્રોફેસર છાત્રાઓને દોસ્તી, આકર્ષણ અને પ્રેમ વચ્ચેનું અંતર સમજાવી રહ્યા હતા ત્યારે વીડિયોમાં છાત્રાઓને હસતી સાંભળી શકાય છે. ચરણ સિંહ ક્લાસમાં કહે છે, ‘શારીરિક આકર્ષણ ખતમ થઈ ગયા બાદ વૃદ્ધાવસ્થામાં પતિ પત્ની દોસ્ત બની જાય છે. ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર આ દરમિયાન પ્રોફેસરે છાત્રાઓને પૂછ્યુ કે સમીપતા અને આકર્ષણનું સંયોજન શું હશે જેનો છાત્રાઓએ જવાબ આપ્યો પ્રેમ.'

પ્રોફેસરે લવની આપી ફોર્મ્યુલા
પ્રોફેસરે દોસ્તી, ઘનિષ્ઠતા અને આકર્ષણને જોડીને રોમેન્ટિક પ્રેમની ફોર્મ્યુલા પણ આપી. તેમણે કહ્યુ કે જો સંબંધોમાં આ ત્રણેમાંથી કોઈ એકનો અભાવ હોય તો તે સંબંધ સફળ નથી થતો. ક્રશને પરિભાષિત કરીને પ્રોફેસરે ફોર્મ્યુલા આપી - આકર્ષણ - સમીપતા. રસપ્રદ વાત એ રહી કે તે સમયે કોઈ સ્ટુડન્ટે લવ રિલેશનની આ ક્લાસ પર કોઈ વાંધો વ્યક્ત ન કર્યો. મોટાભાગની છાત્રાઓ હસી રહી હતી અને તે વચમાં વચમાં સવાલ પણ પૂછી રહી હતી.

વીડિયો વાયરલ થયો તો વધ્યો વિવાદ
ચરણ સિંહ સામે ફરિયાદ માટે કોઈ છાત્રા આગળ આવી નહિ. જો કે એક સામાજિક કાર્યકર્તાએ પોલિસમાં આની ફરિયાદ કરીને ચરણ સિંહની ધરપકડની માંગ કરી છે. વળી, સોશિયલ મીડિયા પર આ ક્લાસનો વીડિયો વાયરલ થયા બાદ કોલેજ પ્રશાસને પ્રોફેસર ચરણ સિંહનો વિષય બદલી દીધો છે. કહેવામાં આવી રહ્યુ છે કે પ્રોફેસરે કોલેજ પ્રશાસન પાસે માફી માંગી લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
