છત્તીસગઢ સરકારે કરીના પર લુંટાવ્યાં 1.40 કરોડ
રાયપુર, 14 ડિસેમ્બર : છત્તીસગઢ સરકારે રાજ્ય સ્થાપના દિવસ ઉત્સવમાં બૉલીવુડના બેબો એટલે કે કરીના કપૂરના માત્ર 8 મિનટના ડાંસ માટે 1 કરોડ રુપિયા 40 લાખ રુપિયા લુંટાવી દીધાં. કોંગ્રેસના એક ધારાસભ્ય મહોમ્મદ અકબરે વિધાનસભામાં આ વ્યર્થ ખર્ચ અંગે સવાલ ઊભો કર્યો છે. આ પૈસા રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગે લુંટાવ્યાં છે.

હકીકતમાં 1લી નવેમ્બરથી 7મી નવેમ્બર દરમિયાન છત્તીસગઢ રાજ્યોત્સવ ઉજવાયું. આ ઉત્સવમાં બૉલીવુડના અનેક કલાકારો સાથે કરીના કપૂર પણ હાજર રહ્યાં. કરીનાને ઉત્સવમાં બોલાવવા માટે ચાર્ટર્ડ પ્લેન મોકલવામાં આવ્યો તથા રાજ્યના સાંસ્કૃતિક વિભાગે કરીનાને ડાંસ માટે પૂરા 1.40 કરોડ રુપિયા ચુકવ્યાં. કરીના કપૂર મંચે માત્ર 8 મિનિટ નાચ્યાં અને જતા રહ્યાં.
કરીના કપૂર ઉપરાંત ઉત્સવમાં સોનૂ નિગમ, સુનિધિ ચૌહાણ, વિશાલ શેખર, દીયા મિર્ઝા તથા આયુષ્માન ખુરાનાને પણ લાખોની ચુકવણી કરાઈ. ચોંકાવનારી બાબત એ છે કે રાજ્યના જ પદ્મભૂષણ સન્માનિત કલાકાર તીજન બાઈને તેમની રજુઆત બદલ માત્ર 60 હજાર રુપિયા મળ્યાં. રાજ્યના બીજા કલાકારોને તો માત્ર કેટલાંક હજાર રુપિયામાં લાંબા સમય સુધી સ્ટેજ ઉપર પરફૉર્મ કરવુ પડ્યું. આ ઉડાઉખર્ચ પછી કોંગ્રેસે મુખ્યમંત્રી રમણ સિંહ સામે સવાલો ઊભા કર્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
