કપિલ સિબ્બલનુ પીએમ મોદી પર નિશાન, કહ્યુ - ગુજરાતથી દિલ્લી પહોંચેલા નેતા ગાંધીજી વિશે કંઈ નથી જાણતા
ગાંધી જયંતિના પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.
અમદાવાદઃ ગાંધી જયંતિના પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. અમદાવાદ પહોંચેલા કપિલ સિબ્બલે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે જે નેતા ગુજરાતથી દિલ્લી પહોંચ્યા છે તે કદાચ ગાંધીજી વિશે બહુ ઓછુ જાણે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલે કહ્યુ કે ગાંધીજી કહેતા હતા કે માત્ર ઈશ્વર છે અને ઈશ્વર જ સત્ય છે, હું મોદીજીને પૂછવા માંગુ છે કે તમારી સચ્ચાઈ ક્યાં છે? તમારા શબ્દોમાં પણ જૂઠ હોય છે અને કામોમાં પણ.

બાપૂને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા પીએમ મોદી
તમને જણાવી દઈએ કે 152મી ગાંધી જયંતિ નિમિત્તે શનિવારે પીએમ મોદીએ રાજઘાટ જઈને ગાંધીજીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પીએમ મોદી લાલ બહાદૂર શાસ્ત્રીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. રાજઘાટ જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીનુ જીવન દરેક પેઢીને પ્રેરિત કરશે. પીએમ મોદીએ એક અન્ય ટ્વિટમાં કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીજીને તેમની જયંતિ પર શત-શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનુ જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.
પંજાબ કોંગ્રેસ ઘટનાક્રમ પર બોલ્યા હતા સિબ્બલ
વળી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલ હાલમાં જ કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ સામે અવાજ ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા છે. પંજાબ કોંગ્રેસમાં થઈ રહેલ રાજકીય ઘમાસાણ પર કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે પાર્ટીમાં જેને મુશ્કેલીઓ છે તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે. આ રીતે પાર્ટીની જાહેરમાં અપમાન કરવુ યોગ્ય નથી. સિબ્બલે કહ્યુ હતુ કે એક સીમાવર્તી રાજ્ય(પંજાબ) જ્યાં કોંગ્રેસ પાર્ટી સાથે આવુ થઈ રહ્યુ છે, આનો અર્થ શું છે? આનાથી આઈએસઆઈ અને પાકિસ્તાનને ફાયદો છે. કોંગ્રેસે સુનિશ્ચિત કરવુ જોઈએ કે તે એકજૂટ રહે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે કેરળમાં પણ આપણા ઘણા સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટી છોડી છે. આપણે ખુદને એ પૂછવુ જોઈએ કે આવુ કેમ થઈ રહ્યુ છે, કદાચ આપણી જ કોઈ ભૂલ છે. સિબ્બલના આ નિવેદન બાદ તેમને પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
