Kanjhawala Case : આરોપીઓને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા
દિલ્હી પોલીસે આરોપીઓની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી. પોલીસે કોર્ટમાં કહ્યું કે ડ્રાઈવર દીપકે આપેલી માહિતી ખોટી હતી, આરોપી લગભગ બે કલાક લાશ સાથે રખડતા રહ્યા. તેના CCTV ફૂટેજ પેટ્રોલ પંપ અને ઢાબા પરથી લેવાયા છે.
નવી દિલ્હી : દિલ્હીના કાંઝાવાલા ચકચારી અકસ્માત કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ આરોપીઓની પુછપરછ કરી રહી છે અને તમામ બાજુઓ તપાસ કરી છે ત્યારે હવે રોહિણી કોર્ટે તમામ 5 આરોપીઓને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. રોહિણી કોર્ટમાં આરોપીઓને રજુ કરાતા કોર્ટે આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા.

આ ઘટનામાં સતત નવા આરોપો અને દાવાઓ થઈ રહ્યા છે ત્યારે પોલીસે આરોપીઓને વીડિયો કોન્ફ્રન્સિંગથી કોર્ટમાં રજુ કર્યા હતા. અહીં પોલીસે આરોપીઓની પુછપરછ બાકી હોવાથી રિમાન્ડની માંગ કરી હતી. જેને કોર્ટે મંજુર રાખતા 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે દિલ્હી પોલીસે આરોપીઓની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી. પોલીસે કોર્ટમાં કહ્યું કે ડ્રાઈવર દીપકે આપેલી માહિતી ખોટી હતી, આરોપી લગભગ બે કલાક લાશ સાથે રખડતા રહ્યા. તેના CCTV ફૂટેજ પેટ્રોલ પંપ અને ઢાબા પરથી લેવાયા છે. આરોપીઓ વિરુદ્ધ કલમ 304, 120B, 201 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
અહીં કોર્ટે પોલીસને પૂછ્યું હતું કે શા માટે 5 દિવસના રિમાન્ડની જરૂર છે? આ સવાલના જવાબમાં પોલીસ તરફથી કહેવાયુ કે તપાસ આગળ વધારવાની છે. આરોપી મનોજના વકીલે કોર્ટમાં કહ્યું કે તે પાછળ બેઠો હતો, આ ઘટનામાં તેની કોઈ ભૂમિકા નથી. આ દરમિયાન કોર્ટે પૂછ્યું કે શું કોઈ ઈજા થઈ છે? જેનો જવાબ ના માં મળ્યો હતો.
હવે આ ઘટનામાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ અનુસાર, આ કેસમાં વધુ બે લોકો સામેલ છે. દિલ્હી પોલીસે કહ્યું કે તે એ બે લોકોની શોધ કરી રહી છે જે કાંઝાવાલા અકસ્માતના આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની શંકા છે. કાંઝાવાલામાં એક કારે 20 વર્ષની યુવતીની સ્કૂટીને ટક્કર મારીને કાંઝાવાલા સુધી લગભગ 12 કિલોમીટર સુધી ખેંચી ગઈ હતી. રવિવારે બનેલી આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
