હિમાચલ પ્રદેશની કાંગડા ચાને GI ટેગ મળ્યુ, જાણો તેની ખાસિયત

હિમાચલ પ્રદેશ માટે એક સારા સમાચાર છે. અહીંની કાંગડા ચાને યુરોપિયન યુનિયન તરફથી જીઓગ્રાફિકલ ઈંડિકેશન ટેગ મળ્યો છે. ભારતમાં સ્થિત EU પ્રતિનિધિમંડળે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે, કાંગડા ચાને હવે GI ટેગ મળી ગયું છે. EU અને ભારત બંને GI નો આગ્રહ રાખે છે. બંને સ્થાનિક ખોરાકને મહત્વ આપતા સ્થાનિક પરંપરાઓ જાળવી રાખે છે. આ ઉપરાંત તે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપે છે અને તેનું જતન કરે છે.
આ ટેગ મળ્યા બાદ કાંગડા ચાના વેપાર સાથે જોડાયેલા લોકોમાં ખુશીનો માહોલ છે. આ ટેગ કાંગડા ચાને યુરોપિયન માર્કેટમાં પ્રવેશવાની તક આપશે. અગાઉ 2005માં તેને ભારતનું GI ટેગ મળ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, 1999 થી હિમાચલ પ્રદેશના કાંગડા પ્રદેશમાં ચાની ખેતી અને વિકાસમાં સતત સુધારો થઈ રહ્યો છે.
EU એગ્રીકલ્ચરે ટ્વિટ કરીને લખ્યુ કે, આજે અમે ભારત તરફથી એક નવું જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન રજીસ્ટર કર્યુ છે. કાંગડા ચા પશ્ચિમ હિમાલયમાં ધૌલાધર પર્વતમાળાના ઢોળાવ પર સમુદ્ર સપાટીથી 900-1400 મીટરની ઊંચાઈએ ઉગાડવામાં આવે છે. તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે.
GI ટેગ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઉદ્ભવતા કૃષિ, કુદરતી અથવા ઉત્પાદિત ઉત્પાદનો, હસ્તકલા અને ઔદ્યોગિક માલસામાનને આપવામાં આવે છે. આ ઉપરાંત આ ટેગ એ કારણથી આપવામાં આવે છે જેનાથી ભૌગોલિક વિસ્તારને ઉત્પાદન સંબંધિત કાયદાકીય અધિકારો મળી શકે. ટેગ મળવાથી લોકોમાં કાંગડા ચા વિશે જાગૃતિ વધશે. જેનાથી તેનું વેચાણ વધશે. આ સિવાય ખેડૂતો આ ચાને અન્ય સ્થળોએ પણ નફા માટે ઉગાડશે.
સ્થાનિક લોકો અનુસાર, આ ચા લીલી અને કાળી બંને પ્રકારની હોય છે. કાળા રંગનો સ્વાદ મીઠો હોય છે, જ્યારે લીલો રંગ સુગંધિત લાકડા જેવો હોય છે. કોરોના દરમિયાન કેટલાક નિષ્ણાતોએ દાવો પણ કર્યો હતો કે આ ચા શરીરને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. તે સમયે હિમાલયન બાયોરિસોર્સ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટના એક સેમિનારમાં આ અંગે ચર્ચા પણ થઈ હતી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
