કમલેશ તિવારી હત્યાકાંડઃ મા બોલી હું યોગી સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ

કમલેશ તિવારી હત્યાકાંડમાં બંને આરોપીઓ પકડાઈ જતા મા કુસુમા તિવારીએ આ કેસમાં સરકારી કાર્યવાહીથી પણ સંતોષ વ્યક્ત કર્યો છે.

હિંદુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાના મુખ્ય આરોપીઓની ગુજરાત એટીએસે મંગળવારે ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓની ધરપકડ બાદ કમલેશ તિવારીની મા કુસુમ તિવારીએ ખુશી વ્યક્ત કરી છે. કુસુમ તિવારીએ કહ્યુ કે અમે બંને આરોપીઓની ધરપકડથી ખુશ છે, આ લોકોને ફાંસીની સજા થવી જોઈએ. સાથે કુસુમા તિવારીએ આ કેસમાં સરકારી કાર્યવાહીથી પણ સંતોષ વ્યક્ત કર્યો છે.

આરોપીઓએ ગુનો કબુલી લીધો

આરોપીઓએ ગુનો કબુલી લીધો

માહિતી અનુસાર બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. બંને આરોપીઓને યુપી અને ગુજરાતની પોલિસ શોધી રહી હતી જેમને છેવટે પકડવામાં પોલિસને સફળતા મળી ગઈ છે. બંને આરોપી ગુજરાતના સુરત જિલ્લાના રહેવાસી છે. માહિતી અનુસાર અશફાક વ્યવસાયે મેડીકલ રિપ્રેઝન્ટેટીવ છે અને મોઈનુદ્દીન ફૂડ ડિલીવરી કરે છે. વાસ્તવમાં બંને આરોપીઓ પાસે પૈસા ખતમ થઈ ગયા હતા ત્યારબાદ આ લોકોએ પોતાના પરિવારનો સંપર્ક કર્યો હતો. પોલિસે બંને આરોપીઓના પરિવાર પર પહેલેથી જ નજર રાખેલી હતી. એવામાં જ્યારે પોલિસને આ વાતની માહિતી મળી તો તેમણે તેને પકડી લીધા.

એટીએસને હતી માહિતી

એટીએસને હતી માહિતી

ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જણાવ્યુ કે બંને વાંછિત આરોપી અશફાક અને મોઈનુદ્દીન પઠાણની શામળાજી પાસે ગુજરાત-રાજસ્થાન સીમાથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે તે ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ આધારે અમે પોતાની ટીમને સીમા પર સ્થાનાંતરિત કરી અને તેમને પકડી લીધી. પોલિસના જણાવ્યા મુજબ આરોપીઓએ પૂછપરછમાં પોતાનો ગુનો કબુલી લીધો છે. પોલિસે જણાવ્યુ કે આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યુ કે તેમણે પેયગમ્બર વિશે આપેલા નિવેદનના કારણે કમલેશ તિવારીની હત્યા કરી હતી.

માએ વ્યક્ત કર્યો હતો અસંતોષ

માએ વ્યક્ત કર્યો હતો અસંતોષ

ઉલ્લેખનીય છે કે આ પહેલા કમલેશ તિવારીની મા કુસુમા તિવારીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત બાદ તેમણે દાવો કર્યો હતો કે તેમને બળજબરીથી મુખ્યમંત્રીને મળવા માટે આવવુ પડ્યુ. આ મુલાકાતચ પર અસંતોષ વ્યક્ત કરતા કુસુમા તિવારી કહ્યુ કે પોલિસના દબાણના કારણે બળજબરીથી તેમને મુખ્યમંત્રીને મળવા માટે જવુ પડ્યુ. એટલુ જ નહિ કુસુમે કહ્યુ કે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના હાવભાવ જે રીતના હતા તે તેમની આશા મુજબના નહોતા. તમને જણાવી દઈએ કે રવિવારે કમલેશ તિવારીની પત્ની કિરણ, મા કુસુમા, પુત્ર અને પરિવારના અન્ય સભ્ય મુખ્યમંત્રીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X