લોકસભા ચૂંટણી બાદ કઈ પાર્ટીને સમર્થન કરશે કમલ હાસન, આપ્યું મોટું નિવેદન
લોકસભા ચૂંટણી બાદ કઈ પાર્ટીને સમર્થન કરશે કમલ હાસન, આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓએ પ્રસાર-પચાર તેજ કરી દીધો છે. દક્ષિણના રાજ્યોમાં ચૂંટણી જંગ ભારે રોચક જોવા મળી રહ્યો છે. મક્કાલ નીતિ માઈમ (MNM)ના નેતા અને દિગ્ગજ ફિલ્મ અભિનેતા કમલ હાસને લોકસભા ચૂંટણી બાદ રાષ્ટ્રીય દળોને સમર્થન આપવાના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. કમલ હાસને કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ તેઓ ભાજપ અથવા કોંગ્રેસ સાથે જઈ શકે છે, પરંતુ તેમનું સમર્થન કેટલીક શરતોને આધિન રહેશે.

કમલ હાસને કહ્યું શરત પર આધારિત રહેશે સમર્થન
કમલ હાસને કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારની ડીલ નહિ કરે. પરંતુ તેવી પાર્ટીને સમર્થન આપશે જે ઓછામાં ઓછી તમિલનાડુની સમસ્યાઓને સાંભળશે અને અહીંના લોકોની વાત કરશે. કઈ રાષ્ટ્રીય પાર્ટીને તેઓ સમર્થન આપશે, આ સવાલના જવાબમાં કમલ હાસને કહ્યું, ભાજપ અને કોંગ્રેસ બંને અમને સ્વીકાર્ય નથી પરંતુ અમે શું કરી શકીએ છીએ? અમે ત્રીજો વિકલ્પ બનવા માંગીશું, પરંતુ અમે સ્થાનિક દળ છીએ અને તેનાથી અમે માહિતગાર છીએ.

તમિલનાડુની વાત સાંભળનારા સાથે જશું- કમલ હાસન
કમલ હાસને અગાઉ ટિપ્પણી કરતા કહ્યું હતું કે કેસરિયો મારો રંગ નથી. કમલ હાસને કહ્યું કે તેમણે ભાજપને સમર્થન કર્યું તો તે શરત પર નહિ હોય કે પાર્ટીના અન્ય સહયોગીઓ જેમ કે ઑલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ સાથે ગઠબંધન છે. તેમણે કહ્યું કે તેઓ તમિલનાડુને સપોર્ટ કરે છે, અહીંના લોકો સારા દિવસોની વાત કરી રહ્યા છે. ભાજપ અત્યારે રાજ્યને હેન્ડલ કરી રહી છે તે શરતો પર ભાજપને સમર્થન નહિ આપીશું. અમે શર્મશાર કરતા સવાલો પૂછીશું.
જાણો ભારતના કયા સાંસદો પાસે છે સૌથી વધુ રૂપિયા

કમલ હાસનની પાર્ટી લોકસભા ચૂંટણી લડી રહી છે
કમલ હાસનની પાર્ટી એમએનએમ 2019ની લોકસભા ચૂંટણી લડી રહી છે, પરંતુ તેમની પાર્ટીએ સ્થાનીય દળો સાથે કોઈ ગઠબંધન નથી કર્યુ્ં. ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધનની સંભાવનાઓને પાર્ટી પ્રમુખે પહેલા જ ફગાવી દીધી હતી અને પાછલા મહિને પીએમ મોદી પર પ્રહાર કરતા તેમને અમીરોના ચોકીદાર પણ ગણાવ્યા હતા. જયલલિતા અને કરુણાનિધિના નિધન બાદ તમિલનાડુમાં થઈ રહેલ ચૂંટણીથી કમલ હાસનને ભારે ઉમ્મીદો છે. ફિલ્મો દ્વારા મળેલ સફળતા બાદ હવે કમલ હાસનની નજર તમિલનાડુની રાજનૈતિક જમીન પર મજબૂતીથી પગ જમાવવા પર છે. બીજા તબક્કામાં 18 એપ્રિલે તમિલનાડુમાં વોટિંગ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
