Kamakhya express accident : ઓડિશામાં કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા, બચાવ અભિયાન લોંચ
Kamakhya express accident : ઓડિશામાં ફરી એક વખત મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. અહીં બેંગલુરુ અને આસામ વચ્ચે દોડતી કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન નબંર 15551 ના 11 કોચ પાટા પરથી ઉતરી ગયા હોવાના અહેવાલ છે.
આ દુર્ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ દુર્ઘટના ચૌદ્વાર વિસ્તારમાં મંગુલી પેસેન્જર હોલ્ટ નજીક બની. ઘટનાની જાણ થતા જ NDRF અને મેડિકલ ટીમો બચાવ કામગીરી માટે રવાના કરી દેવાઈ છે.

દુર્ઘટનાને કારણે નીલાચલ એક્સપ્રેસ, ધૌલી એક્સપ્રેસ અને પુરુલિયા એક્સપ્રેસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને મેડિકલ ટીમો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે, જેથી ફસાયેલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢી શકાય.
ઈસ્ટ કોસ્ટ રેલવેના CPRO અશોક કુમાર મિશ્રાએ મીડિયાને જણાવ્યું કે, અમને કામાખ્યા એક્સપ્રેસ (15551) ના 11 એસી કોચ પાટા પરથી ઉતરી જવાની જાણ થઈ છે.
#WATCH | Cuttack, Odisha: 11 coaches of 12551 Bangalore-Kamakhya AC Superfast Express derailed near Nergundi Station in Cuttack-Nergundi Railway Section of Khurda Road Division of East Coast Railway at about 11:54 AM today. There are no injuries or casualties reported till now. pic.twitter.com/xBOMH4nRRh
— ANI (@ANI) March 30, 2025
સદનસીબે કોઈને ઈજા થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે. બચાવ માટે અકસ્માત રાહત ટ્રેનો અને તાકીદની મેડિકલ ટીમો મોકલવામાં આવી છે.
આ દુર્ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો પરંતુ અધિકારીઓની સમયસરની કામગીરી અને તાકીદના બચાવ પ્રયાસોના કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રેલવે વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
