Rahul Gandhi Defamation case : મારા પિતા અને ભાઇ કોંગ્રેસમાં છે, હું શું સુનાવણી કરું : જસ્ટિસ ગવઇ
Rahul Gandhi Defamation case : મોદી અટક મામલો હવે સુપ્રિમ કોર્ટમાં છે. સુપ્રિમ કોર્ટમાં શુક્રવારના રોજ મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ બીઆર ગવઇ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેચે ફરિયાદી પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.
આ દરમિયાન આ મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ બીઆર ગવઈએ આ કેસમાંથી પોતાને અલગ કરવાની ઓફર કરી છે. જસ્ટિસ બીઆર ગવઈએ શુક્રવારના રોજ કોંગ્રેસ પાર્ટી સાથે તેમના પરિવારના સંબંધોનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમના પિતા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેમના ભાઈ હજુ પણ પાર્ટીના સક્રિય સભ્ય છે.

રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે આ ખુલાસો કર્યો હતા. જસ્ટિસ ગવઈએ રાહુલ ગાંધી વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા મનુ સિંઘવીને જણાવ્યું હતું કે, મારા પિતા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. હું કોંગ્રેસનો સભ્ય ન હોવા છતાં મારા નજીકના મિત્રો તેની સાથે જોડાયેલા હતા.
જસ્ટિસ ગવઈએ વધુમાં પૂછ્યું કે, સિંઘવીજી તમે પણ 40 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ સાથે છો અને મારો ભાઈ હજૂ પણ રાજકારણમાં છે અને કોંગ્રેસમાં છે. ઉલ્લેખનીય છે કે, તમે મને આ સુનાવણીમાં સામેલ કરવા માંગો છો કે નહીં. જોકે, બંને પક્ષોએ જણાવ્યુ હતું કે, તેઓને આ મામલાની સુનાવણી જસ્ટિસ ગવઈ સામે કોઈ વાંધો નથી.
ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે પ્રતિવાદી પૂર્ણેશ ઇશ્વર મોદી અને ગુજરાત રાજ્યને નોટિસ પાઠવી હતી અને આ બાબતને વધુ વિચારણા માટે 4 ઓગસ્ટે સૂચિબદ્ધ કરી હતી. રાહુલ ગાંધી વતી કહેવામાં આવ્યું કે, 'અરજીકર્તાઓ 111 દિવસથી પરેશાની ભોગવી રહ્યા છે. તેઓ સંસદનું એક અને બીજું સત્ર ચૂકી ચૂક્યા છે. વાયનાડ સંસદીય ક્ષેત્ર માટે ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. જેમાં ગેરલાયક ઠરવાની ચિંતા છે. અયોગ્યતા કામચલાઉ ધોરણે સ્થગિત થઈ શકે છે.
નોંધનીય છે કે, 2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. આ અંગે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સુરત કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમના સાંસદસભ્ય પદ પણ ગુમાવ્યું હતું. સજા વિરુદ્ધ રાહુલ સુરત સેશન કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયો હતો, પરંતુ ત્યાંથી તેને રાહત મળી ન હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
