ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર...
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સાવરકુંડલામાં 50 લાખની કિંમતનું 300 કિલો સફેદ ચંદન જબ્બે
સાવરકુંડલા તાલુકા પોલીસે ગીરધરવાવ નજીકથી એક વેગનઆર કારમાં લઇ જવાતુ રૂા. 50 લાખની કિંમતનું 300 કિલો સફેદ ચંદન પોલિસે ઝડપી પાડ્યુ હતું. જીલ્લા પોલીસ વડા રાકેશ બારોટ અને ડીવાયએસપી રાજેશ પરમારે સઘન વાહન ચેકિંગની સૂચના આપતા સાવરકુંડલા તાલુકા પોલીસે ગીરધરવાવ નજીક ખાંભા ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ શરૂ કર્યુ હતું. આ સમયે અહિંથી વેગન-આર કાર નં. જી જે 4 સીએલ 0109 નિકળતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તલાશીમાં ગાડીમાં લાકડાનો જથ્થો પડયો હોવાનું જણાયુ હતું. જો કે આ કેસમાં ડ્રાઇવર ભાગી ચૂક્યો હતો.

આજથી ગીરમાં સિંહો જશે વેકેશનમાં
આજે 16 જૂનથી ગીરમાં સિંહો માટે વેકેશનનનો સમયગાળો શરૂ થશે. ગીર અભયારણ્યમાં સિંહ દર્શન માટેની પરવાનગી હવે આગામી 4 માસ સુધી નહીં મળે. આ સમય સિંહ સહિતનાં વન્ય જીવો માટે સંવનન કાળનો હોવાથી તેમાં ખલેલ ન પહોંચે એ માટે દર વર્ષે ગીર અભયારણ્યમાં પ્રવેશ બંધ કરવામાં આવે છે. દરમ્યાન આ સમય ગાળા બાદ સિંહોની સંખ્યામાં ઉમેરો થવાની શક્યતા છે. 150 થી 175 પુખ્ત વયની સિંહણ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આપે તેમાંથી ત્રીજા ભાગનાં જીવિત રહે છે. અંદાજ પ્રમાણે ગીરના સિંહોની સંખ્યામાં 100 જેટલા સિંહનો વધારો થઈ શકે છે.

2017માં બેનનું નેતૃત્વ પાક્કુ છે- વિજય રૂપાણી
ગુજરાતમાંથી આંદીબહેન જાય છે તેવી અફવાઓ અને ચર્ચાઓ વચ્ચે ભાજપ કારોબારીની અલ્હાબાદ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી આનંદીબહેનના નેતૃત્વમાં જ લડાશે, તેવું નિવેદન મીડિયા સમક્ષ કર્યા બાદ હવે પ્રદેશ નેતાઓ પણ આ વાતને ટેકો આપી રહ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે મહેસાણામાં ગુજરાતના પ્રભારી દિનેશ શર્મા અને વી. સતીષ પણ હાજર રહેશે. કારોબારીમાં વર્ષ 2017ની ચૂંટણીની તૈયારી અને રણનીતિ અંગે ચર્ચા થશે.

ફેસબૂકે બચાવ્યો આઈટી એન્જીનીયર નો જીવ
એક આઈટી એન્જીનીયરનો જીવ ફેસબુકના કારણે બચી ગયો છે. વાત ખરેખર આમ બની હતી કે યુવકે ફેસબુક પર આત્મહત્યા માટેની નોટ લખીને પોસ્ટ કરી હતી. પરંતુ બાદમાં તેના મિત્રોને જાણ થતા તેમને જેનો જીવ બચાવી લીધો.

વિરમગામમાં પ્રવેશોત્સવ ટાણે આનંદીબહેન સામે પાટીદાર મહિલાઓએ કર્યો વિરોધ
એક બાજુ જ્યાં પાસના કન્વીનર હાર્દિક પટેલ જેલમાં છે અને તેવામાં હાર્દિક પટેલના વતન વિરમગામમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. તે દરમિયાન આનંદીબેન ભાષણ આપવા ઊભા થયા તે પહેલા જ હાજર મેદનીમાંથી ‘જય સરદાર, જય પાટીદાર'ના નારા લાગવા માંડ્યા હતા જેને લીધે પોલીસ દોડતી થઈ ગઈ હતી. થોડીવાર માટે આનંદીબેને ભાષણ અટકાવી દેવું પડ્યું હતું. બીજી તરફ પાટીદાર મહિલાઓએ આનંદીબેન પટેલનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનાર મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી.આ ઉપરાંત પોલીસે હાર્દિક પટેલના પિતા ભરત પટેલ અને તેના મિત્ર જયેન્દ્ર પટેલની મોડીરાતે અટકાયત કરવામાં આવી હતી.

દીકરીની બાબતે મુખ્યમંત્રી થયા ગદગદિત
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના શાળા પ્રવેશોત્સવ સમયે લાગણીશીલ તથા કુળશ રાજકારણીના રૂપ નજરે પડ્યા હતા. પાટણમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીના ઉછેર ,શિક્ષણ અને જન્મ બાબતે વકૃત્વ આપી રહેલી વિદ્યાર્થીનીને સાંભળઈને આનંદીબહેનની આંખોના ખૂણા ભીના થઈ ગ યા હતા. સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને પૂછેલા ગણિતના ઘનફળ અને દાખલાઓ કેટલાકને ન આવડતા શિક્ષકોને ટકોર કરી હતા કે વિદ્યાર્થીઓને પાયાનુ શિક્ષણ ઘડિયા વગેરે પાકુ કરાવવા કહ્યું હતું.

નવજાત બાળકીને ટ્રેનમાં ત્યજીને માતા ફરાર
વણજોઈતી દીકરી મુક્તિ મેળવવા માતાએ દીકરી ટ્રેનમાં ત્યજી દીધી હોવાન ઘટના સામે આવી હતી. વલસાડથી મુબઈ તરફ જતી લોકલ પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બામાં એક નવજાત બાળકીને રડવાના અવાજથી મુસાફરોનું ધ્યાન એ તરફ ગયુ હતું. બાળકી રડતી હતી છતાં ઘણી વાર સુધી તેને લેવા કોઈ આવ્યું નહોતું. આથી બાળક અંગેની જાણ વલસાડ રેલ્વે વિભાગને કરવામાં આવી હતી.તાત્કાલિક રેલ્વે પોલીસે આ નવજાત બાળકીને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.સિવિલ હોસ્પિટલના તબીબો એ તાત્કાલિક બાળકીને સારવાર આપી હતી.

પાટણમાં આનંદીબેન કર્યા કોંગ્રેસ પર પ્રહારો
આ જ સમારંભમાં મુખ્યમંત્રી આનંદીબહેને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.ઘણા દિવસો બાદ મુખ્યમંત્રીએ ગુજરાત કોંગ્રેસને આડે હાથે લેતા આકરા વાકબાણ ચલાવ્યા હતા અને કહ્યું હતું કે અમારું વિકાસનું શાસન જોઈ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ છે સાથે જ તેમણે શંકસિંહના નિવેદન બાબતે રોકડો જવાબ પરખાવતા જણાવ્યુ હતું કે બાપુ કોંગ્રેસની ચિંતા કરે ભાજપની ચિંતા કરનારા ઘણા કાર્યકરો છે.

સાણંદના નેનો પ્લાન્ટમાં લાગી ભીષણ આગ
સાણંદમાં આવેલા નેનો પ્લાન્ટના વેન્ડરપાર્કમાં આગ લાગી છે. જ્યા ફાયરટેન્કરોનો જમાવડો લાગી ગયો છે. સાણંદ નગર પાલિકાની ગાડીઓ, બે ખાનગી કંપનીઓના ફાયર ફાઈટર અને અમદાવાદનુ એક ફાયરફાઈટર ત્યાં પહોંચી ગયાના સમાચાર મળ્યા છે. જે મુજબ નોનો પ્લાનની બહાર આવેલા સુપ્રિમ ઈન્ડસ્ટિઝ કે જે રબર મેપિંગનુ કામ કરે છે, તેમાં આગ લાગી છે. ટાયરો બળવાને કારણેજ ખુબ ઘુમાડો ફેલાયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
