સૂરત લૂંટ મર્ડર કેસમાં પત્નીએ જ કરાવી પતિની હત્યા
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સૂરત લૂંટ મર્ડર કેસમાં પત્નીએ જ કરાવી પતિની હત્યા
સુરતના વેપારી દિશીત જરીવાલાની હત્યામાં તેની પત્ની અને તેના પતિરાઇ ભાઇ તથા પ્રેમી તથા તેના ડ્રાઇવરે મળીને હત્યા કરી હોવાની માહિતી બહાર આવી છે. દિશીતની પત્ની વેલ્સીને તેના પિતરાઇ ભાઇ સાથે લગ્નેતરના સંબંધો હતો જેના કારણ જ આ હત્યા થઇ હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે બાદ તેના પિતરાઇ ભાઇ અને ડ્રાઇવરની પણ પોલિસે અટક કરી છે.

અમરનાથની યાત્રા માટે શ્રદ્ઘાળુઓનું પહેલો જૂથ રવાના
અમરનાથ યાત્રા માટે જમ્મુથી આજે શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ રવાના થયું છે. આ યાત્રાની સુરક્ષાની જવાબદારી ખુદ ગૃહમંત્રી લીધી છે. અને સીઆરપીએફના જવાનો પણ આતંકી હુમલા બાદ સુરક્ષાનો કડક બંદોવસ્ત કર્યો છે.

હવે 24 કલાક ખુલ્લા રહેશે શોપિંગ મોલ અને રેસ્ટોરન્ટ
કેન્દ્ર સરકારે દેશભરમાં શોપિંગ મોલ અને રેસ્ટોરન્ટને ચોવીસ કલાક ખુલ્લા રહેવાની અનુમતિ આપી છે. જે બાદ દેશભરના શોપિંગ મોલ 365 દિવસ ખુલ્લા રહી શકશે. સરકારના આ નિર્ણયની સાથે જ સુરક્ષાના પહેલુંને પણ જોવામાં આવ્યો છે. અને રાતની પાળી માટે મહિલા કર્મીઓની છૂટ આપવામાં આવી છે.

સ્ટોન કિલર નહીં અંગત અદાવત બની મોતનું કારણ
રાજકોટ તાલુકાના શાપર-વેરાવળ વિસ્તારમાં ગુરુવારે થયેલા એક પ્રૌઢની પથ્થર મારીને કરવામાં આવેલી હત્યામાં હવે એક નવો ખુલાસો પોલિસે કર્યો છે. પોલિસે કહ્યું છે કે આ હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે. અને પોલિસ અને કાયદાથી બચવા માટે સ્ટોન કિલરની વાર્તા ઉપજાવવા માટે પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી. પણ પોલિસે આ ભેદ છતો કર્યો છે.

ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ વચ્ચે 25ના મોત
ઉત્તરાખંડમાં ગુરુવારે રાતના વાદળ ફાટતાં ભારે વરસાદે મોટો વિનાશ નોતર્યો છે. બપોર સુધી પ્રાપ્ત માહિતી મુજબ 25-30 લોકોના મોતની આશંકા છે અને અનેક લોકો લાપત્તા થયા છે. વળી ઋષિકેશ- બદ્રીનાથ નેશનલ હાઇવે પણ બંધ કરવામાં આવતા અનેક લોકો અટવાયા છે. ચમોલી જિલ્લાના વિસ્તારમાં વાદળ ફાટતા અનેક ઘરો પાણીમાં ઘરકાવ થયા છે.

IAFમાં જોડાયું તેજશ, ધોની કહ્યું પ્રાઉડ મુમેન્ટ
ભારતનું સ્વદેશી લડાકુ વિમાન તેજન હવે ભારતીય વાયુસેનામાં સામેલ થઇ ગયું છે. જે પર કપ્તાન કૂલ તેના ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું કે તે તેજશ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને શુભેચ્છા પાઠવે છે અને આજે દેશ માટે ખરેખરમાં પ્રાઉડ મૂમેન્ટ છે.

કેન્દ્ર- દિલ્હીની લડાઇ પહોંચી સુપ્રિમ કોર્ટમાં
આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારની મોદીની કેન્દ્ર સરકાર સાથેની લડાઇ હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે આ અંગે સ્પષ્ટીકરણ માંગ્યા છે. કે કોને પાસે દિલ્હીમાં કેટલા હક છે. જે પર સુપ્રિમ કોર્ટમાં સોમવારે સુનવણી થશે.

શિવસેનાએ સામના કહ્યું ખડશે સાથ નહીં છોડીએ!
શિવસેના ભલે રાજ્યમાં ભાજપની સાથે હોય પણ કૌભાંડ અને દાઉદ સાથેના ફોન કોલ મામલે ભાજપમાંથી બહાર કાઢવા પર શિવસેનાના મુખ્યપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે તે પીઠમાં ખંજર ભોંકે તેવા લોકોની ઔલાદ નથી, જે બદનામી કરીને રાજકીય રોટલો શકે છે. વધુમાં તેમાં લખ્યું છે કે તેને ખડસેની દેશભક્તિ શંકા નથી અને ખડસે સાથે જે પણ થઇ રહ્યું છે તે અન્યાય થઇ રહ્યો છે. આ દ્વારા શિવસેનાએ એકનાથ ખડસેના પક્ષ લીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
